બેઠક:કોંગ્રેસના બે ધારાસભ્યોએ કલેક્ટર પાસે વિકાસ કામોની માહિતી માગી

મોડાસા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસામાં અરવલ્લી સંકલન-ફરિયાદ સમિતની બેઠક

અરવલ્લી કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ભિલોડા ધારાસભ્ય અનિલ જોષીયારા, મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર દ્વારા વિકાસના કામો અને સરકારની યોજનાઓ અંગે માહિતી મગાઇ હતી.

ભિલોડા ધારાસભ્યે ભિલોડા અને મેઘરજ તાલુકાના 250 થી વધુ વસ્તી ધરાવતા ગામ ફળિયાઓને પાયાની સુવિધા તેમજ બારેમાસ પાકા રસ્તાઓ બનાવવાની વિગતની, જિલ્લામાં દૂધ સંજીવની યોજનાની અમલવારી માટે કયા તાલુકાઓમાં કઈ કઈ એજન્સીઓ છેલ્લા 2 વર્ષમાં કામ કરે છે, નલ સે જલ યોજનામાં કયા તાલુકાઓના કયા કયા ગામોને 10% લોકફાળા માટે મુક્તિ મળેલ છે, એની માહિતી મગાઇ હતી. નાણાંકીય વર્ષ 2019-20-21 તથા 2021-22 માં પંચાયત હસ્તકના મંજૂર રસ્તાઓના કામ ચાલુ ન હોય તેની વિગત, ભિલોડા અને મેઘરજમાં 2021 ની સ્થિતિએ 2 વર્ષમાં આદિવાસી પરિવારોને દૂધાળા પશુ આપવાની ન્યુ ગુજરાત પેટર્ન યોજના અને ડી સેગની યોજના હેઠળ દૂધાળા પશુઓ અપાયાના પ્રશ્નો રજૂ કર્યા હતા. મોડાસા ધારાસભ્ય દ્વારા રહિયોલ ગોપાલ સ્નેક્સ યુનિટમાં બિનખેતી જમીન, ધનસુરા સ્મશાનથી માલપુર ચોકડી સુધીના ગટરલાઈન ઢાંકણા તૂટવાના પ્રશ્નોનો નિકાલ, ICDS અંતર્ગત આંગણવાડી કાર્યકરોમાંથી મુખ્ય સેવિકાના પ્રમોશનની વિગતની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...