તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મોડાસામાં બાયપાસ પર તળાવમાં બે બાળકો ડૂબી જતાં મોત, 7 કલાકે બંનેની લાશો મળી

મોડાસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
તંત્ર દ્વારા બંને બાળકોને શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી. - Divya Bhaskar
તંત્ર દ્વારા બંને બાળકોને શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
  • હિંમતનગરના અને મોડાસામાં ઝૂંપડપટ્ટીમાં રહી ચાદરો વેચી પેટિયું રળતાં સલાટ પરિવારમાં માતમ
  • બપોરે 6 વર્ષનો બાળક તળાવ પાસે જતાં 8 વર્ષનો બાળક બચાવવા જતાં ગરકાવ

મૂળ હિંમતનગરના મોતીપુરાના અને મોડાસા બાયપાસ પર સ્વામિનારાયણ મંદિર પાસે તળાવમાં નજીકમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતાં ગરીબ પરિવારના 7 વર્ષીય અને 8 વર્ષીય બાળકો તળાવમાં ગરકાવ થઇ જતાં સ્થાનિક તરવૈયાઓ અને હિંમતનગરની ફાયર ટીમના તરવૈયાઓની મદદ લેવાતાં 7 કલાકની ભારે જહેમત બાદ ગરકાવ થઈ ગયેલા બંને બાળકોના મૃતદેહો મોડી સાંજે બહાર કાઢતાં ગરીબ સલાટ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

આજુબાજુથી લોકો દોડી આવ્યા
હિંમતનગરના મોતીપુરાના અને મોડાસાના મેઘરજ રોડ પાસે તળાવની નજીકમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ચાદરો વેચી છૂટક ધંધો કરતાં સલાટ પરિવારના બે બાળકો બપોરે તળાવની નજીક ગયા હતા. દરમિયાન નિતીન અરવિંદભાઈ સલાટ (6) તળાવના પાણીમાં ડૂબવા લાગતાં તેને બચાવવા માટે સંદિપ મિથુનભાઈ સલાટ (8) દોડી ગયો હતો. જોતજોતામાં બંને બાળકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. બે બાળકો તળાવમાં ડૂબી હોવાની જાણ થતાં આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને 108 તેમજ મોડાસા રૂરલ પોલીસને અને ફાયર વિભાગને જાણ કરી હતી.

વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી
બાળકોને બચાવવા માટે સ્થાનિક તરવૈયાઓ પણ પાણી માં છલાંગ લગાવી હતી અને શોધખોળ હાથ ધરી હતી. ઘટનાના પગલે વહીવટી વિભાગ પણ દોડી આવ્યું હતું અને પાણીમાં ગરકાવ થઈ ગયેલા બંને બાળકોને શોધવા માટે તરવૈયાઓએ કવાયત હાથ ધરી હતી. જોકે બાળકોને ડૂબવાને ઘણો લાંબો સમય વિતવા છતાં તેમનો કોઇ પત્તો ન લાગતાં હિંમતનગર થી ફાયર વિભાગના તરવૈયાઓની મદદ લેવાઇ હતી. જ્યાં મોડી સાંજે 7 કલાક બાદ બંનેને મૃત હાલતમાં બહાર કાઢતાં વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી.

કમનસીબ મૃતકો
નિતીન અરવિંદભાઈ સલાટ (6)
સંદિપ મિથુનભાઈ સલાટ (8)

અન્ય સમાચારો પણ છે...