તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:અરવલ્લીમાં કોરોનાના બે કેસ, ચાર દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બ.કાં.માં 9, મહેસાણામાં 15 અને પાટણમાં 5 કેસ, મોડાસા અને મેઘરજના વાવકંપામાં પુરુષને કોરોના

મોડાસા શહેરના ગરીબ નવાજ સોસાયટી વિસ્તારમાં રહેતા 82 વર્ષીય પુરુષ અને મેઘરજ તાલુકાના વાવ કંપાના પટેલ ફળિયામાં રહેતા 60 વર્ષીય પુરુષ બે દિવસ અગાઉ બીમારીમાં સપડાતાં તેમના મેડિકલ ટેસ્ટ કરાવતા જ્યાં સોમવારે માંડી સાંજે ઉપરોક્ત બંને દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 801 પહોંચી છે.

મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અરવલ્લી જિલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના 3 પુરુષ અને બાયડની વાત્રક જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાએ કોરોનાને મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જિલ્લામાં અત્યાર સુધી 689 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે. અને જુદીજુદી હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવ ના 23 દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો