ચોરીનો ભેદ ઉકેલાયો:મોડાસા શહેરમાંથી બાઇક ચોરનારા બે ચોર પકડાયા

મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે માસ અગાઉ બાઇકની ચોરી કરી હતી

મોડાસામાં બે માસ અગાઉ બાઇકચોરીના કેસમાં પકડાયેલ આરોપીઓની પોલીસે પૂછપરછ કરતાં અન્ય બાઇકની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે વધુ એક ચોરીના ગુનામાં અમદાવાદના બે શખ્સોને જેલ હવાલે કર્યા હતા.

મોડાસાની કાર્તિકેય સોસાયટી માલપુર રોડ પરથી બાઇક નં. GJ AL 2689 ની તા. 6 ઓગસ્ટે ચોરી થતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં અમદાવાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં 2 આરોપીઓ પકડાતાં આરોપીઓને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર વોરંટથી મોડાસા લાવી પૂછપરછ કરતાં મોડાસામાં માલપુર રોડ પરની કેનેરા બેન્ક આગળ પાર્ક કરેલ બાઇક નં. GJ09 CH 4917 ની ચોરીની કબૂલાત કરી હતી.

પકડાયેલા બાઇકચોરો
કલ્પેશ ઉર્ફે કાલુ દેધનમલ હરિજન રહે. ઉમંગ ફ્લેટ સદભાવના પોલીસ ચોકી સામે વટવા અમદાવાદ મૂળ રહે. બ નકોડા તા. આસપુર જિ. ડુંગરપુર રાજસ્થાન અને આર્યન ઉર્ફે અમન ઉર્ફે હાર્દિક ગુડ્ડુસિંહ વિજયસિંહ ચૌહાણ રહે. કાનજીભાઈ રબારીના મકાનમાં સેવન ડે સ્કૂલ પાછળ નવી ચાલી હરિપુરા મણીનગર અમદાવાદ, મૂળ રહે. બહાદુરપુર તાશોખીર, ઉત્તર પ્રદેશ

અન્ય સમાચારો પણ છે...