હાલાકી:સાઠંબા-ગાબટ વચ્ચે 10 કિમી માર્ગ પર 14 બમ્પ બનાવી દેતાં પરેશાની

મોડાસા, બાયડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ચાલકો રોડના ખાડાથી હેરાન થતા હવે બમ્પથી થાય છે

બાયડના સાઠંબાથી ગાબટ વચ્ચે 10 કિમીના રસ્તા ઉપર બાંધકામ વિભાગ દ્વારા ઠેરઠેર 14 બમ્પ બનાવતાં ખેડૂતો અને વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. સાઠંબાથી ગાબટ વચ્ચેના 10 કિમીનો રસ્તો ડામર બનાવવા 4 વર્ષ અગાઉ મંજૂર થયો હતો અને તેની એજન્સી આપ્યા ને પણ ત્રણ વર્ષ કરતાં વધુ સમય વિતવા છતાં કામ ખોરંભે પડયું હતું.

તાજેતરમાં આ રોડનું કામ ટુકડે ટુકડે કામ શરૂ કરતાં ગત સપ્તાહે ડામર કામ પૂર્ણ કરાયું છે. ત્યારે આ રોડ ઉપર બાંધકામ વિભાગ અને ખાનગી એજન્સી દ્વારા ગાબટ અને સાઠંબા વચ્ચે 10 કિમીના અંતરમાં 14 થી વધુ બમ્પ બનાવતાં વાહનચાલકો અને ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

ખેડૂતોનું કહેવું છે કે અગાઉ છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી વાહનચાલકો અને ખેડૂતો રસ્તા વચ્ચે પડેલા ખાડાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે નવો ડામર રોડ બનવા છતાં આડેધડ બમ્પ બનાવતાં લોકોનો આક્રોશ ભભૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...