તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા સમાજને બારમા, તેરમાની વિધિ અને લગ્નો બંધ રાખવા અપીલ

મોડાસા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આદિવાસી સમાજમાં સંક્રમણ વધતા સમાજના અગ્રણીઓ ચિંતિત
 • સમાજમાં કોઇ વ્યક્તિને કોરોનાના લક્ષણ હોય તો ટેસ્ટ કરાવવા અને કોરોના વેક્સિનેશનનો ડોઝ લેવા માટે પણ પંચ દ્વારા સમાજના લોકોને અપીલ કરાઇ

આદિવાસી સમાજમાં લગ્ન અને મરણ પ્રસંગના કારણે સંક્રમણ વધી રહ્યું હોવાની ચિંતા વ્યક્ત કરીને આદિવાસી ડુંગરી-ગરાસિયા જનરલ પંચ અરવલ્લી સાબરકાંઠા ના પ્રમુખ અને મંત્રી દ્વારા કોરોનાની મહામારી સાવચેતીના ભાગરૂપે હાલના સમયે સમાજમાં બેસણું તેમજ અગિયારમું, બારમું અને લગ્ન પ્રસંગ બંધ રાખવા અપીલ કરાઇ હતી.

આદિવાસી ડુંગરી-ગરાસિયા જનરલ પંચ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ દિલીપભાઈ કટારા અને મહામંત્રી મહેશભાઈ ભગોરાએ આદિવાસી સમાજને અપીલ કરી છે જેમાં જણાવ્યું છે કે સમાજમાં લગ્ન અને મરણ પ્રસંગના કારણે આદિવાસી સમાજમાં સંક્રમણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. સમાજના ભાઈ બહેનો અને બાળકોને શરદી ઉધરસ અને તાવ જેવાં લક્ષણો જણાય તો નજીકના સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક રિપોર્ટ કરાવવા જણાવાયુ છે અને ઘરમાં સુવિધા હોય તો ક્વોરન્ટાઇન થવા તેમજ આજુબાજુમાં કોઈ પોઝિટિવ દર્દીઓ હોય તો તેમને માનસિક રીતે હૂંફ આપીને મદદરૂપ થવા અપીલ કરાઇ છે. બેસણું, 11 મું અને 12 મું બંધ રાખવું અને લગ્ન પ્રસંગો પણ બંધ રાખવા અને વેક્સિનનો ડોઝ લેવા પણ આદિવાસી ડુંગરી-ગરાસિયા જનરલ પંચ દ્વારા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો