આયોજન:વતનથી દૂર ITI માં નોકરી કરતાં 95 કર્મીઓની અરવલ્લીમાં બદલી

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન વીડિયો કોન્ફરન્સથી બદલી કેમ્પ યોજાતાં

શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત રોજગાર અને તાલીમ કચેરી ગાંધીનગર દ્વારા બે દિવસીય સુપરવાઇઝર ઇન્સ્પેકટરોની ઓનલાઈન વીડિયો કોન્ફરન્સથી બદલી કેમ્પનું આયોજન કરાતાં જેમાં અરવલ્લીમાં સરકારી આઈટીઆઈમાં ફરજ બજાવતા 65 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને બદલીનો લાભ અપાયો હતો. જ્યારે 30 જેટલા સુપરવાઇઝરોને વતનનો લાભ અપાયો હતો.

અરવલ્લીની સરકારી આઈટીઆઈમા ફરજ બજાવતા 65 સુપરવાઇઝર ઇન્સ્પેકટરની માગણી મુજબ બદલી કરાઇ હતી. સરકારી આઈ.ટી.આઈમાં ફરજ બજાવતા 30 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને ભરતી દ્વારા પોતાના વતનનો લાભ અપાયો હતો.પ્રક્રિયામાં રોજગાર અને તાલીમ વિભાગ ના નિયામક લલિત નારાયણસિંહ સંધ્રુ આઇ.એ.એસ મહેકમ શાખા નાયબ નિયામક આશાબેન પટેલ મદદનીશ નિયામક કે.બી.પટેલ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરાયું હોવાનું નોડેલ સંસ્થા મોડાસાના આચાર્ય એસ.કે ઠક્કરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...