બદલી:અરવલ્લીમાં 6 મહિલા પોલીસ સહિત 46ની બદલી

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 મહિલા પોલીસકર્મચારી પૈકી 4ની મોડાસા હેડક્વાર્ટર, ભિલોડા તેમજ આંબલીયારા બદલી કરાઈ

અરવલ્લી પોલીસવડાએ 6 મહિલા પોલીસકર્મી સહિત કુલ 46 પોલીસ કર્મીઓની દિવાળી બાદ જાહેર હિતમાં બદલીના આદેશ કરતાં પોલીસબેડામાં હડકંપ મચી ગયો હતો. ડીએસપી સંજય ખરાતે બદલી કરાયેલ તમામ પોલીસ કર્મીઓને છૂટા થઈ બદલી પોલીસ સ્ટેશન અથવા શાખામાં હાજર થયાનો રિપોર્ટ મોકલવા આદેશ કર્યા હતા.

નેત્રમ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મયંક કુમાર રજનીકાંતને નેત્રમ શાખામાંથી છૂટા કરી મૂળ મહેકમ સાઠંબા પોલીસ સ્ટેશનમાં પરત કરવા આદેશ કર્યા હતા. આ બદલીના ગંજીપામાં ઉર્વશીબેનને હેડક્વાર્ટરથી આંબલીયારા પોલીસ સ્ટેશન, શિલ્પાબેનને મોડાસા રૂરલમાંથી હેડક્વાર્ટરમાં, કિરણબેનને શામળાજી પોલીસ સ્ટેશનમાંથી હેડક્વાર્ટરમાં, અંજનાબેનને નેત્રમ શાખામાંથી ભિલોડા પોલીસ સ્ટેશનમાં, દિપાલીબેનને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાંથી હેડક્વાર્ટરમાં તેમજ કૈલાસબેનને ધનસુરા પોલીસ સ્ટેશનમાંથી હેડક્વાર્ટર નેત્રમમાં બદલીના આદેશ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...