તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મોડાસાના ગઢડા પાસે ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રેલરના ચાલકનું મોત થયું અને કંડક્ટર ભડથું થયો

મોડાસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રેલર અને ટ્રક વચ્ચે બંને વાહનોમાં ભયંકર આગ ફાટી નીકળી હતી - Divya Bhaskar
ટ્રેલર અને ટ્રક વચ્ચે બંને વાહનોમાં ભયંકર આગ ફાટી નીકળી હતી
  • બંને વાહનોમાં આગથી કપાસિયા અને પાવડરની બોરીઓ ખાખ
  • ટ્રકે ટ્રેલરને ડીઝલ ટેન્ક સાઇડે ટક્કર મારતાં ટેન્ક ફાટતાં ભડભડ બંને વાહનો સળગ્યા,

શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર મોડાસાના ગઢડાની સીમમાં રવિવાર બપોરે 3 વાગ્યાની આસપાસ ટ્રેલર અને ટ્રક ટકરાતાં ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનોમાં આગ લાગતાં ટ્રેલરના રાજસ્થાની ડ્રાઇવરનું મોત થયું હતું અને કંડક્ટર ભડથું થઇ ગયો હતો. ટ્રેલરમાંથી મૃતદેહો બહાર કાઢવા બંને વાહનોને છૂટી પાડવા ક્રેનની મદદ લેવામાં આવી હતી. આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

ગઢડાની સીમમાં રવિવાર બપોરે ટ્રેલર નં. આરજે 27 સીડી 5517નો ચાલક રાજસ્થાનથી પાવડર ભરી હિંમતનગર જતો હતો. તે દરમિયાન કપાસિયા બોરી ભરી પસાર થતી ટ્રક નંબર આરજે 27 જીબી 7368ને ડ્રાઇવર સાઇડ અને ડીઝલ ટેન્ક સાઈડે ટક્કર મારતાં ટ્રેલરનો ચાલક અને કંડક્ટર બંને ફસાઈ ગયા હતા અને અકસ્માતમાં મોત ટ્રકનું ડીઝલ ટેન્ક ફાટતાં ભયાનક આગ લાગતાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતાં બંને વાહનોમાં ભરેલ પાવડર અને કપાસિયાની બોરી ભડભડ સળગવા લાગી હતી.

મોડાસાથી ફાયર ફાઈટરની પણ મદદ લેવાઇ હતી. જોકે આગ એટલી ભયાનક હતી કે ટ્રેલરનો ચાલક ઘટનાસ્થળે મૃત્યુ પામ્યો હતો અને કંડક્ટર આગની જ્વાળાઓમાં ફસાતાં બળીને ભડથું થઇ ગયો હતો. આ અંગે બાલકિશન રામેશ્વરજી જાટ રહે. દીકોલા જિ. ભીલવાડાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બંને મૃતકો એક ગામના
1. ટ્રેલરચાલક કિશન માંગીલાલ ભીલ (32) રહે. વાજીમિયા વલ્લભ નગર જિ. ઉદેપુર, રાજસ્થાન
2. કંડક્ટર બંટીભાઈ મોકતીયાજી (24) રહે. વાજીમિયા

અન્ય સમાચારો પણ છે...