શામળાજી - ઉદેપુર નેશનલ હાઇવે બંધ:રાજસ્થાનમાં આંદોલનને લઇ સાબરકાંઠા -અરવલ્લીમાં ટ્રાફિક ડાયવર્ટ કરાયો

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંદોલનકારીઓના હિંસાના પગલે શામળાજી આશ્રમ ચાર રસ્તાથી પોલીસે વાહનો ભિલોડાથી અંબાજી રોડ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. - Divya Bhaskar
આંદોલનકારીઓના હિંસાના પગલે શામળાજી આશ્રમ ચાર રસ્તાથી પોલીસે વાહનો ભિલોડાથી અંબાજી રોડ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
  • સામાન્ય વર્ગની ખાલી પડેલ શિક્ષકોની ભરતી ST વર્ગના વિદ્યાર્થીઓથી ભરવાની માંગ સાથે ST વર્ગના વિદ્યાર્થીઓ- સમર્થકો રાજસ્થાનના ડુંગરપુરના ભૂવાલી પાસે 18 દિવસથી વિરોધમાં
  • ડુંગરપુર પાસે આગચંપીના બનાવો બનતાં વાયા ભિલોડા અંબાજી-આબુરોડ પર ટ્રાફિક ડાયવર્ટ કર્યો, શામળાજી - ઉદેપુર નેશનલ હાઇવે બંધ

વર્ષ ૨૦૧૮માં સામાન્ય વર્ગની ખાલી પડેલ શિક્ષકોની 1167 જેટલા પદ માટે પડેલ ભરતી એસટી વર્ગના વિદ્યાર્થીઓથી ભરવાની માંગને લઈ એસટી વર્ગના વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો છેલ્લા ૧૮ દિવસોથી ભૂવાલી ગામના કાંકરી ડુંગરી પર વિરોધમાં બેસ્યા છે.

આ મુદ્દે ગુરૂવાર રાત્રીથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આંદોલનકારીઓએ વાહનો સળગાવાની સાથે પથ્થરમારો પણ કરી રહ્યા હોવાથી આંદોલને હિંસાત્મક રૂપ ધારણ કરતાં અરવલ્લી રાજસ્થાનને અડીને આવેલો હોવાથી આંદોલનના આગની જ્વાળા અરવલ્લીને દઝાડે તે પહેલા પોલીસવડા સંજય ખરાતે બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નંબર-૮ પર શામળાજીથી રાજસ્થાન પ્રવેશતા વાહનોને ડાયવર્ટ કર્યા છે.

શામળાજી પાસે આંદોલનના સમર્થનમાં આશ્રમ ચાર રસ્તા પર ઉતરી પડેલા યુવકોના ટોળાએ હાઈવે પર ચક્કાજામ કરતાં પોલીસે યુવકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. શામળાજી – ઉદયપુર નેશનલ હાઈવે બંધ કરી દીધો છે. ડુંગરપુર પાસે આગચંપીના બનાવો બનતાં શામળાજી પોલીસે વાયા ભિલોડા અંબાજી-આબુરોડ પર ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો.

વિજયનગર રાણી બોર્ડર
બિછીવાડા નજીક શિક્ષક ભરતીમાં બિનઅનામત વર્ગની 1167 જગ્યાઓ પર આદિવાસી ઉમેદવારોની ભરતી મામલે 7 મી સપ્ટેમ્બર થી શરુ થયેલું આંદોલન ગુરુવારે સમેટી લેવા બિછીવાડા તંત્ર દ્વારા ઉપવાસીઓને સમજાવાયા હતા. છતાંય નિયમોને નેવે મૂકીને કાયદાઓનો ભંગ કરતાં બિછીવાડા પોલીસ દ્વારા કોવિડ-19 ની કલમો અને બિનજામીનપાત્ર કલમ હેઠળ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધતાં જ પ્રદર્શનકારીઓએ ને.હાઇવે 8 પર રસ્તા પર પથ્થરો મૂકી બંધ કરી વાહનો અને પોલીસ પર પથ્થરમારો કરતાં રાજસ્થાન પોલીસ દ્વારા વિજયનગર રાણી માર્ગે ડાયવર્ટ કરતાં રાણી બોર્ડર પર શુક્રવારે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

ભિલોડા
આગજનીના બનાવ બનતાં ટ્રાફિકને ભિલોડા તરફથી ડાયવર્ટ કરાયો.

શામળાજી
આંદોલનના કારણે જિલ્લામાંથી પસાર થતાં હાઇવે નંબર 8 પરથી વાહનોને ડાયવર્ટ કરી ભિલોડા તરફથી થઈ અંબાજી તરફ તથા મેઘરજ ઉન્ડવા થઈ તકેદારીના ભાગરૂપે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...