માંગણી:મોડાસાના વણિયાદથી રેલ્લાવાડા માર્ગ પરની માટી હટાવવાc

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસ્તા પર પડેલી માટી તાત્કાલિક હટાવી લેવા ગ્રામજનોની માગણી ઉઠી છે. - Divya Bhaskar
રસ્તા પર પડેલી માટી તાત્કાલિક હટાવી લેવા ગ્રામજનોની માગણી ઉઠી છે.
  • એજન્સીએ કેબલ નાખવા ખોદકામ કર્યુ હતું, વાહનો સ્લીપ થઇ જાય છે

મોડાસાના વણિયાદથી રેલ્લાવાડા સુધી ના માર્ગે ખાનગી એજન્સી દ્વારા કેબલ નાખવા ઠેરઠેર ખોદકામ કર્યા પછી માટી સાફ ન કરતાં ઠેરઠેર માટીના ઢગ ખડકાતાં વાહનો સ્લીપ થઇ જાય છે. રસ્તા પર પડેલી માટી તાત્કાલિક હટાવી લેવા ગ્રામજનોની માગણી ઉઠી છે. મોડાસા વણિયાદથી મેઘરજના રેલ્લલાવાડા માર્ગ પર ખાનગી એજન્સી દ્વારા કેબલ નાખવા ખોદકામ કરાયું હતું અને ખોદકામ દરમિયાન નીકળેલી માટી રસ્તા ઉપર નાખવામાં આવી હતી. માર્ગ પર માટી ન હટાવતાં દ્વિચક્રી વાહનો અને રિક્ષા ચાલકોને ત્યાંથી પસાર થવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાહનોને સામેથી આવતા અન્ય વાહનને સાઇડ આપવા સમયે વાહનો સ્લીપ મારી જતાં હોવાથી અને મોટા વાહન ચાલકો સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા હોવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય ઊભો થયો છે. તેથી ઉપરોક્ત રોડ પર કેબલ નાખનાર ખાનગી એજન્સી દ્વારા તાત્કાલિક રસ્તા પર પડેલી માટી હટાવી લઈ તેની સફાઈ કરી ડામર રોડ ખુલ્લો કરવામાં આવે તેવી વાહનચાલકો અને ગ્રામજનોની માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...