આત્મહત્યા:પત્નીની પ્રેમલીલાથી કંટાળી આધેડ પિતાએ પાંચ વર્ષની દીકરીને ઝેર આપી પોતે પણ આપઘાત કર્યો

મોડાસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીની પ્રેમલીલાના કારણે સમાજમાં આબરૂ જવાની બીકે પોતે અને પુત્રીને ઝેર આપી આપઘાત કર્યો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો
  • મોડાસાના શામપુરમાં પિતા અને પુત્રીનાં મોત

મોડાસાના શામપુરમાં પાંચ વર્ષની પુત્રીને આધેડ વયના પિતાએ મંગળવાર વહેલી સવારે ઝેર આપી પોતે પણ આપઘાત કરી લેતાં મૃત હાલતમાં મળતાં ચકચાર મચી જવા પામી હતી. બંનેની લાશ પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. પત્નીની પ્રેમલીલાના કારણે સમાજમાં આબરૂ જવાની બીકે પોતે અને પુત્રીને ઝેર આપી આપઘાત કર્યો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ હોવાનો બહાર આવ્યું છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબજે લઇને આગળની તપાસ હાથ ધરી છે. 

શામપુરમાં રહેતા દિપસિંહ કેસરીસિંહ પરમાર (55) અને તેમની પુત્રી મનીષાબેન દિપસિંહ પરમાર (5) ના મંગળવારની વહેલી સવારે ઘરમાંથી મૃત હાલતમાં મળતાં ચકચાર મચી જવા પામી છે. આધેડ વયના પિતાએ પાંચ વર્ષની દીકરી ને ઝેરી દવા આપી પોતે પણ ઝેરી દવા પી આપઘાત કર્યાનો ઉલ્લેખ મૃતક આધેડે સ્યુસાઇડ નોટમાં કર્યો છે. આ અંગે શામપુરના વદનસિંહ કેસરીસિંહ પરમારે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ કબજે લઇ મોડાસામાં પીએમ કાર્યવાહી હાથ ધરી હતી.

સ્યુસાઇડમાં પત્નીના પરપુરુષના  પ્રેમના કારણે આપઘાત કરનારા  પિતા વિરુદ્ધ દીકરીની હત્યાની ફરિયાદ નોંધાશે

મોડાસાના શામપુરમાં આપઘાત કરનાર આધેડે સ્યુસાઇડ નોટમાં જણાવ્યું છે કે પોતાની પત્નીની પ્રેમલીલાના કારણે સમાજમાં આબરૂ જવાની બીકે પોતે તેની પાંચ વર્ષની દીકરીને ઝેરી દવા આપી  આપઘાત  કરી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...