ધરપકડ:મોડાસામાં દુકાનમાંથી લોખંડ ચોરનારા ત્રણ ચોરો ઝડપાયા

મોડાસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ડાલુ, ઇકો સહિત 5.67 લાખની મત્તા જપ્ત કરી

મોડાસા મેઘરજ રોડ ઉપર દુકાનમાં લોખંડ ચોરનારા ચોરોને એસઓજીએ ગુજકોપની મદદથી ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી જેલ હવાલે કરાયા છે. મોડાસાના મેઘરજ બાયપાસ પર રિદ્ધિ સિદ્ધિ કોમ્પલેકસના પાછળના ભાગેથી લોખંડની ચોરી થતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ રૂ. 17,500 ના 300 કિલો લોખંડની ચોરીનો ગુનો નોંધાયો હતો.

એસ.ઓ.જી એ આ ચોરીના ગુનામાં તપાસ હાથ ધરીને ઇ-ગુજકોપની મદદથી ચોરીના મુદ્દામાલ સાથે ડાલા નં. જીજે 01 સીયુ 1174 અને આ ગુનામાં મદદગારીમાં વપરાયેલ ઇકો નં. જીજે 31 એ 3475 ને ત્રણ આરોપીઓ સહિત ઝડપી પાડ્યા હતા. પોલીસે લોખંડ, પીક-અપ ડાલુ ઇકો ગાડી સહિત કુલ રૂ. 5,67,500 નો મુદ્દામાલ કબજે કરીને યાસીન અહેમદભાઈ વણઝારા રહે. અમલાઈ તા.મોડાસા, રાકેશભાઈ મખરામભાઈ વણઝારા રહે. બોરડીટોડા મોડાસા અને કલ્પેશભાઈ ભરતભાઈ વણઝારા રહે બોરડી ટાોડા મોડાસાને જેલ હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...