તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:શામળાજી મંદિરની સુરક્ષા વધારતાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલ મૂકાયાં,SRPની માગ

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોઢકુલ્લામાં હેન્ડ ગ્રેનેડથી બ્લાસ્ટ મામલે એક શખ્સની અટકાયત
  • ગ્રેનેડમાંથી યુવક કોઈ વસ્તુ કાઢવા જતાં ધડાકો થયો: મૃતકની પત્ની

શામળાજી પાસે ગોઢકુલ્લામાં હેન્ડ ગ્રેનેડથી બ્લાસ્ટ થવાના મામલે એસપી સંજય ખરાતે શામળાજી મંદિરની સુરક્ષા વધારીને બે હથિયારધારી પોલીસ અને એક હેડ કોન્સ્ટેબલને મૂક્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસવડાએ એસઆરપીની એક ટુકડીને પણ માગણી કરી છે. હેન્ડ ગ્રેનેડમાંથી યુવક કોઈ વસ્તુ કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે મોટો ધડાકો થયો હોવાનું મૃતકની પત્નીએ મીડિયાને જણાવ્યું હતું.

ગોઢકુલ્લામાં હેન્ડ ગ્રેનેડથી બ્લાસ્ટ થતાં પિતા રમેશભાઈ અને બે વર્ષની પુત્રી સ્વીટી (2) નું મોત થયું છે. પ્રાથમિક તપાસમાં હેન્ડ ગ્રેનેડથી વિસ્ફોટ થયો હોવાનું બહાર આવતા એટીએસએ પણ સ્થળ તપાસ કરી હતી. આ કેસ ની કડી મેળવવા એસ.ઓ.જી અને એલસીબીની જુદી-જુદી ટીમો અને શામળાજી પોલીસે તપાસ તેજ કરી છે.

કારણ કે શામળાજી આસપાસના ગ્રામ્ય વિસ્તારો રાજસ્થાનના બોર્ડર વિસ્તારને જોડતા હોવાથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. હેન્ડ ગ્રેનેડ તળાવ પાસેથી મળી આવ્યાની માહિતીને લઈ તળાવનું પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પોલીસે તપાસ દરમિયાન એક શખ્સની અટકાયત કરી છે.

મૃતક રમેશભાઈની પત્ની સંગીતાબેનને પણ આ વિસ્ફોટમાં ઇજાઓ થતાં સારવાર આપવામાં આવી હતી. મૃતકની પત્નીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વસ્તુ છેલ્લા બે મહિનાથી ઘર આગળ પડી હતી અને મૃતકના ફોટા પણ તે સમયના હોવાનું અને હેન્ડ ગ્રેનેડમાંથી મૃતક કોઈ વસ્તુ કાઢવાનો પ્રયાસ કરતો હતો ત્યારે મોટો ધડાકો થયો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...