અકસ્માત:અરવલ્લીમાં માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભિલોડાના કાળીડુંગરી પાસે ,શામળાજી ઓવરબ્રિજ પાસે અને મોડાસાના ભવાનપુર લીંભોઇ પાસે અકસ્માત

અરવલ્લી જિલ્લામાં રવિવારે બપોર બાદ સાંજે ભિલોડાના કાળીડુંગરી પાસે બાઇક સ્લીપ થઇ જતાં અમદાવાદના રેલવે પીએસઆઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે શામળાજીના ઓવરબ્રિજ પાસે મધ્યપ્રદેશના બાઇકચાલક યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જ્યારે મોડાસાના ભવાનપુર લીંભોઈ પાસે એસ.ટી.બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા મોડાસાના કોલીખડના બાઇકસવારનું મોત નિપજ્યું હતું.

અકસ્માત-1
મધ્યપ્રદેશના શિવપુરના કટારાનો શિવમ સંતોષ હરિચંદ્ર શર્મા છ દિવસ અગાઉ ઘરેથી અમદાવાદ મજૂરી અર્થે જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો. દરમિયાન બાઇકચાલક યુવાન રવિવારે સાંજે શામળાજી ઓવરબ્રિજ પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન પોતાના કબજાના બાઇક નંબર gj 27 dp 6398ને પૂરપાટ ઝડપે અને બેફીકરાઈથી હંકારતા ઓવર બ્રિજ પાસે બાઇક ટકરાતા અકસ્માતમાં બાઇકચાલકને અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને શામળાજી સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. વધુ સારવાર અર્થે તેને હિંમતનગર સિવિલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજયું હતું આ અંગે સંતોષ હરિશ્ચંદ્ર શર્માએ શામળાજી પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે શિવમ સંતોષ હરિશ્ચંદ્ર શર્મા (30) નું અકસ્માતે મોત થયું હોવાનું નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માત-2
હિંમતનગર મોડાસા હાઈવે ઉપરના રાજેન્દ્રનગર તરફથી બસ મોડાસા તરફ આવી રહી હતી. દરમિયાન મોડાસાના ભવનપુર લીંભોઈ પાસે બસ નંબર gj 18 z 66 51 પસાર થઇ રહી હતી દરમિયાન બાઇક ચાલક અશ્વિનભાઈ નટવર સિંહ ચૌહાણ રહે આમોદરા તાલુકો ધનસુરાએ બાઇક નં.જીજે જીરો નાઈન cj 59 71 હંકારી લાવતા બાઇક બસ સાથે ટકરાતાં આકાશભાઈ રણજીતસિંહ ચૌહાણ રહે. કોલીખડ તા.મોડાસાએ શરીરે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં બાઇકચાલકને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે બહાર ખસેડાયો હતો. આ અંગે ડ્રાઇવર વિક્રમભાઈ મણિલાલ ખાટ રહે રામપુર તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગરેમોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અકસ્માત-3
ભિલોડા હિંમતનગર રોડ ઉપર આવેલા કાળીડુંગરી પાસેથી અમદાવાદના ચાંદખેડાના અને રેલવે પીએસઆઇમાં ફરજ બજાવતા પિયુષભાઈ કાલીદાસભાઈ પરમાર પોતાની બાઇક નંબર જીજે જીરો વન u j 38 35 લઈને સાંજે પસાર થતા હતા. તે દરમિયાન તેમને પોતાના કબજાની બાઇક સ્લીપ થઇ જતાં રેલ્વે પી.એસ.આઇ નીચે પટકાતાં તેમના શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યાં ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું આ અંગે મહેન્દ્રભાઈ કરસનભાઈ પરમાર રહે. મહેતાપુરા હિંમતનગર સાબરકાંઠાએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી આ અંગે પોલીસે મૃતક પિયુષ કાલિદાસ પરમાર રહે. સુરેખાપાર્ક સોસાયટી ચાંદખેડા અમદાવાદનું અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...