તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • Three Days Ago, The Mahant Of The Hanumanji Temple In Modasa, Who Had Told The Devotees That His Time Was Up, Became A Brahmin.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોક:ત્રણ દિવસ અગાઉ ભક્તોને પોતાનો સમય પૂર્ણ થયો હોવાનું કહેનારા મોડાસાના હનુમાનજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા

મોડાસા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોડાસાના હનુમાનજી મંદિરના મહંત રામકિશોરદાસજી વૈકુંઠવાસે

મોડાસાના ચાર રસ્તા પાસે પ્રસિદ્ધ રોકડીયા હનુમાનજી મંદિરના મહંત શ્રી રામ કિશોરદાસજી મહારાજ બ્રહ્મલીન થતાં ભક્તો અને તેમના અનુયાયીઓમાં શોકનો માહોલ છવાયો હતો. મહંતનો વૈકુંઠવાસ થતાં ગુજરાત ભરમાંથી શ્રી પંચ રામાનંદી નિર્મોહી અખાડાના સાધુ સંતો મોટી સંખ્યામાં મોડાસા દોડી આવ્યા હતા અને ધાર્મિકવિધિ અનુસાર મહંતની પૂજા-અર્ચના કરીને અંતિમ વિદાય આપી હતી.

મહંત મોડાસામાં છેલ્લા 25 વર્ષ ઉપરાંતના સમયથી હનુમાનજીની પૂજા અર્ચનામાં લીન હતા. છેલ્લા ત્રણ દિવસ અગાઉ મહંત રામ કિશોર દાસજીએ તેમના અનુયાયીઓ અને ભક્તો સમક્ષ ભવિષ્યવાણી કરી હતી કે હવે મારો સમય પૂર્ણ થયેલ છે મારી અંતિમ ઇચ્છા એવી છે કે નદી કિનારા ઉપર પવિત્ર જગ્યાએ મારી અંતિમ વિધિ પૂર્ણ કરશો.

મોડાસાના રોકડિયા હનુમાનજી મંદિર ખાતે શુક્રવારની મધ્યરાત્રી બાદ મહંતે અંતિમ શ્વાસ લીધા હતા. પાલખી યાત્રા શહેરમાં કાઢવામાં આવી હતી શહેરના પ્રસિદ્ધ ગેબીનાથ મહાદેવ ના મંદિર પાસેથી પસાર થતી માઝૂમ નદીના તટ ઉપર તેમની અંતિમ ઇચ્છા અનુસાર અંતિમવિધિ કરાઇ હતી .

લેઉવા પાટીદાર સમાજના અગ્રણી વિનોદભાઈ આર. પટેલે જણાવ્યું કેતેમના અનુયાયીઓ અને ભક્ત સમુદાય દ્વારા રવિવારે હનુમાનજી મંદિર પાસેની સંસ્કૃત પાઠશાળા ખાતે સવારે 9 થી 11 દરમિયાન પ્રાર્થના સભાનું ગાઈડલાઈન અનુસાર આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો