તપાસ:શામળાજીના રામેરામાંથી ચોરીના 6 બાઇક સાથે ચોર ઝબ્બે, 1 હજુ વોન્ટેડ

મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી- સાબરકાંઠામાં અઢી વર્ષથી બાઇક ચોરી કરી તરખાટ મચાવ્યો હતો

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા અઢી વર્ષથી 6 બાઇકની ચોરી કરી તરખાટ મચાવનાર રાજસ્થાનના આરોપીને એલસીબીએ શામળાજી પાસેના રામેરાથી રૂ.255000 ની 6 બાઇક સાથે ઝડપી પાડયો હતો. પોલીસે બાઇક ચોરીના વોન્ટેડ વધુ એક આરોપીની તપાસ હાથ ધરી છે.

અરવલ્લી એલસીબીનો સ્ટાફ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનના બિછીવાડા પાસેના માલમાથા કવલાનો આરોપી છેલ્લા અઢી વર્ષથી હિંમતનગર એ ડિવિઝન મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તાર ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તાર અને શામળાજી પોલીસ વિસ્તારમાંથી છ બાઇક ચોરી કરીને તે શામળાજી પાસેના રામેરાની સીમમાં આવેલા જંગલમાં આવેલી ઝાડીઝાખરામાં સંતાડી રાખી હોવાની માહિતીના આધારે પોલીસે ઉપરોકત જગ્યા ઉપર રેડ કરતાં ચોરીના 6 બાઇક સાથે મહિપાલ દેવીલાલ હીરાલાલને ઝડપી લીધો હતો.

પોલીસે તેની પાસે રજીસ્ટ્રેશન કાગળ દસ્તાવેજ પૂરાવા માંગતા તે પડી ભાંગ્યો હતો અને તેને જુદી જુદી છ જગ્યાએથી અન્ય એક આરોપીની મદદથી ચોરી કર્યાની કબૂલાત કરતાં પોલીસે 2.55 લાખનો મુદ્દામાલ કબજે લઇને આરોપી મહિપાલ દેવીલાલ હીરાલાલ ભગોરા રહે. માલમાથા કવલા તા. વિછી વાડા જિ.ડુંગરપુર રાજસ્થાનને ઝડપી જેલ હવાલે કર્યો હતો. આ ગુનાનો વોન્ટેડ નિતીન થાવરચંદ ખડા રહે. ડેડલી બિછીવાડા વાળા જિ. ડુંગરપુરની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...