ચોરી:મોડાસાના ગઢામાં ગાર્ડના બંધ મકાનમાંથી રૂ.71હજારની ચોરી

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરો ઘઉં, ચોખા, સિલિન્ડર, પંખો પણ ચોરી ગયા

મોડાસાના ગઢામાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને ચોરોએ નિશાન બનાવીને સોના ચાંદીના ઘરેણા, કરિયાણા સહિત રૂ. 71હજારની મત્તાની ચોરી ને અંજામ આપીને પલાયન થઈ જતાં ચકચાર મચી ગઇ હતી. ચોરો મકાનમાં તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સફાચટ કરી દેતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ગઢાના અને ગોતા હાઉસિંગ અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ તુરી તા. 29 ઓગસ્ટે મકાન બંધ કરીને અમદાવાદ ગયા હતા.

દરમિયાન રાત્રે ચોરોએ મકાનના પાછળના દરવાજાનો નકૂચો તોડી ને ઘરમાં ઘૂસી પીપડા ઉપર મૂકેલી પતરાની પેટીમાંથી સોના ચાંદીના ઘરેણાં, પિત્તળના વાસણો, ગેસની બોટલ અને પીપડામાં રાખવામાં આવેલા ઘઉં અને ચોખા સહિત રૂ. 71200 ની મત્તાની ચોરી ને અંજામ આપી તસ્કર ટોળકી પલાયન થઇ ગઇ હતી આ અંગે પાડોશીએ જાણ કરતાં મકાન માલિક દિનેશભાઈ ડાહ્યાભાઈ તુરી ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં રહેલી તમામ જીવન જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓ તેમજ દરદાગીના અને ઘઉં, ચોખા, પંખા અને વાસણ સહિત ચોરાઈ જતાં તેઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...