ચોરી:શામળાજીમાં મહિલાના પર્સમાંથી રૂ 3.50 લાખના મુદ્દામાલની ચોરી

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતથી રાજસ્થાન જતી લક્ઝરી શામળાજી હાઇવે પર ચા-નાસ્તો કરવા ઉભી હતી, માતા અને પુત્રી ઉતરતાં બે ચોરો કળા કરી ગયા

શામળાજી-ઉદેપુર નેશનલ હાઈવે પર કિષ્ના હોટલ આગળ સવારે 4:00 વાગે લકઝરી ઉભી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન જઈ રહેલા માતા-પુત્રી ફ્રેશ થવા ગાડીની નીચે ઉતર્યા હતા. તે દરમિયાન તેમની નજર આગળ જ બે ચોરો નજર ચૂકવી પર્સમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ રૂ. 3.50 લાખની મત્તા લઈને સફેદ કલરની નંબર વગરની કારમાં પલાયન થઈ ગયા હતા. ઉદયપુર વતનમાં જઈ રહેલી વિધવાએ પોલીસને જાણ કરી હતી.

સુરતના શ્યામખાટું મંદિર વેસુ એરિયામાં રહેતા તારાબેન અશોકભાઈ ચપલોટ (47) અને તેમની પુત્રી હિરીકા સુરતથી રાજગુરુ ટ્રાવેલ્સ નંબર આરજે 27 પીસી ઝીરો 779 માં સાંજે 08: વાગે બેસીને ઉદયપુર જવા રવાના થયા હતા.તે દરમિયાન વહેલી સવારે 04:00 વાગે શામળાજી ઉદેપુર નેશનલ હાઈવે ઉપર લકઝરી ઉભી રહેતા બંને માતા-પુત્રી ફ્રેશ થવા નીચે ઉતર્યા હતા. દરમિયાન ગાડીમાં તેમની સીટમાં અજાણ્યા 2 લોકોનું હલનચલન જણાતાં માતાએ પુત્રીને ગાડીમાં જોવાનું કહેતા પુત્રી આગળ ગઈ હતી અને તેની માતા પાછળ ગઈ હતી દરમિયાન બે ચોરો ગાડીમાંથી ઝડપથી ઉતરી નજીકમાં પડેલી નંબર વિનાની બલેનો કારમાં પલાયન થઈ ગયા હતા મહિલાને શંકા જતાં.તેણે પર્સમાં ચેક કરતાં તેમાં રહેલા સોના ચાંદીના દાગીન કિંઉ.3 લાખ અને રોકડ 50 હજાર લઈને બંને પલાયન થઈ ગયા હતા. આ અંગે તારાબેન અશોકભાઈ ચપલોટે શામળાજી પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...