તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:મોડાસામાં મોબાઇલની દુકાનમાંથી 4 નવા અને 15 જૂના મોબાઇલની ચોરી

મોડાસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનનું શટરનું તાળું તોડી ચોરોએ ચોરીને અંજામ આપ્યો

મોડાસાના મુખ્ય બજારમાં મોબાઈલની દુકાનનું શટરનું લોક તોડીનેચોરો 4 નવા અને 15 જૂના મોબાઇલ ચોરી જતાં પોલીસને જાણ કરાઇ હતી.

મોડાસામાં જોષી લોજ પાસે મુખ્યબજારમાં ખાંચામાં આવેલી મોબાઇલ દુકાનના શટરનું લોક તોડી ચોરો રાત્રે ઘૂસી ચીજ વસ્તુઓ રફેદફે કરી ટેબલના ડ્રોઅરમાં તેમજ કબાટમાં રહેલા 15 જેટલા જૂના મોબાઇલ અને 4 નવા મોબાઇલની ચોરીને અંજામ આપી ચોરો ફરાર થઇ ગયા હતા.

રાબેતા મુજબ મોબાઈલના દુકાનદારે દુકાન ખોલવા જતાં ચોરીની શંકા જતાં દુકાનમાં તપાસ હાથ ધરતા દુકાનમાં ચોરી થયાની જાણ થતા આજુબાજુથી મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા હતા. દુકાનમાંથી રૂ. 25હજાર કરતાં વધુની મત્તાની ચોરી થતાં વેપારીએ પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટનાથી મોડાસા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો