તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરો ત્રાટક્યા:મોડાસામાંથી 2 મોંઘીદાટ બાઇકોની ચોરીથી ફફડાટ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે દેવભૂમિ સોસાયટીમાં ચોરો ત્રાટક્યા

મોડાસાની શામળાજી રોડ ઉપર આવેલી દેવભૂમિ સોસાયટીમાં ઘરની બહાર મુકવામાં આવેલી બે કેટીએમ બાઇકો ઉઠાવી જતાં ચકચાર મચી ગઇ છે. શહેરમાંથી મોંઘીદાટ 3 લાખની એક જ સોસાયટીમાંથી બે બાઇક ચોરાતા ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો હતો.

દેવભૂમિ સોસાયટીમાં રહેતા દિનેશકુમાર પુરોહિત રાબેતા મુજબ સાંજે દુકાનમાંથી ઘરે આવીને રૂ. 1.50 લાખની પોતાની કેટીએમ બાઇક નં. જીજે 31 જે 9386 ઘર આગળ મૂકી હતી. દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવીને ચોરો બાઇક ચોરી કરીને પલાયન થઈ ગયો હતો. દરમિયાન વહેલી સવારે બાઇક ન દેખાતાં સોસાયટીમાં તેમજ આજુબાજુ તપાસ હાથ ધરી હતી.

તેમની પાડોશમાં રહેતા દીક્ષિત કુમાર ભગાભાઈ પટેલ મૂળ રહે. ખંભીસર તેમની પણ કેટીએમ બાઇક નં. જીજે 31 એચ 8999 જે બાઇક દીક્ષિત કુમારે પોતાના કાકાના દીકરા ધ્રુવ હસમુખભાઈ પાસેથી લાવ્યા હતા. તે બાઇક પણ તસ્કરો ઉઠાવી ગયા હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. બંનેએ બાઇકની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન જાણવા મળ્યું કે ચોરો બે બાઇકો શામળાજી રોડ તરફ લઈને જતા હોવાનું જાણવા મળતાં પુરોહિત દિનેશકુમારે ટાઉન પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીનો ગુનો નોંધાવ્યો હતો.

વડાલીના ભંડવાલમાંથી બે બાઈકોની ચોરી થઇ
વડાલી |ગુરુવારની રાત્રી દરમિયાન વડાલી તાલુકાના ભંડવાલ ગામના પટેલ બળદેવભાઈ જોઇતાભાઇની જી.જે-09-સી.એસ-7957 અને દરજી દૂંગરમલ તગરાજ ની જી.જે-09-સી.જી-8038 બાઈક ચોરી થતાં વડાલી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં જાણ કરીછે.

અન્ય સમાચારો પણ છે...