તસ્કરી:દુકાન આગળથી ઘઉં ભરેલા છ કોથળાની રિક્ષામાં ચોરી

મોડાસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.}અલ્પેશ પટેલ - Divya Bhaskar
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.}અલ્પેશ પટેલ
  • મોડાસા યાર્ડમાં ધોળેદહાડે ચોરીથી ચકચાર

મોડાસા યાર્ડમાં ધોળેદહાડે વેપારીની દુકાન આગળ મૂકેલા ઘઉં ભરેલા કોથળા બે  ચોરો રિક્ષામાં ઉઠાવી જતાં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં વેપારીએ ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મોડાસા યાર્ડમાં આવેલા ડુંગરવાળા રોડ પરના નવા યાર્ડમાં દુકાનમાં બેસતો વેપારી કામકાજ અર્થે બાજુમાં ગયો ત્યારે મોકાનો ફાયદો ઉઠાવી બે ચોરો રિક્ષા આવી રિક્ષામાં વારાફરતી છ ઘઉં ભરેલા કોથળાની ચોરી કરી છૂ થઈ ગયા હતા. ચોરી દરમિયાન એક બાઇક ચાલક વારંવાર આંટાફેરા કરી રેકી કરતો હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...