ફરિયાદ:મોડાસામાં સગીરા સાથે સંબંધ બાંધવા યુવકે એસિડ છાંટવાની ધમકી આપી

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાન સગીરાને છેલ્લા એક માસથી સંબંધ કરવા પીછો કરી ફોનથી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો

મોડાસા શહેરના સૂકા બજાર કોટા ફળી ભાગોળમાં રહેતી 17 વર્ષીય સગીરાને ડુગરવાડા રોડ ઉપરની રહેનુમા સોસાયટીમાં રહેતા યુવાને પોતાની સાથે સંબંધ કરવા બાબતે એસિડ છાંટીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં યુવાન વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

મોડાસાના સૂકા બજારમાં રહેતી 17 વર્ષીય સગીરાને છેલ્લા એક માસથી મોડાસાની રહેનુમા સોસાયટીમાં રહેતો જીદાન હનીફ ભાઈ પટેલ પોતાની સાથે સંબંધ કરવા પીછો કરતો હતો. સોમવારે સૂકા બજારમાં સગીરાને રસ્તામાં ઉભી રાખી યુવાન કહેવા લાગ્યો હતો કે તું મારી સાથે સંબંધ કર અને તે બીજા સાથે કેમ સંબંધ કરેલ છે તેમ કહી એસિડ છાંટવાની ધમકી આપતાં સગીરાએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...