તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:ટીંટોઇના યુવાનોએ કોરોનાગ્રસ્તના અંતિમસંસ્કાર કર્યા

મોડાસા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
યુવાનોએ પીપીઇ કીટ પહેરી અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. - Divya Bhaskar
યુવાનોએ પીપીઇ કીટ પહેરી અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.
 • યુવકનું કોરોનાથી મોત થયું હતું અને તેનો પરિવાર મુંબઇમાં રહે છે

મોડાસાના ટીંટોઇમાં દિનેશભાઈ જોશીનું મોત થતાં તેમના વારસદારો મુંબઈ રહેતા હોવાથી અને તાત્કાલિક આવી શકે તેવી પરિસ્થિતિ ન હોવાના કારણે પંચાયત સત્તાવાળાઓ દ્વારા મૃતકની અંતિમવિધિ ગામના યુવાનોને PPE કીટ પહેરાવી કરાવી હતી.

ટીંટોઇ પંચાયત પાસે મુખ્ય બજારમાં રહેતા દિનેશભાઈ જોશીનું મોત થતાં આજુબાજુના પડોશીઓ પણ કોરોનાના ડર ના કારણે કોઈ ફરકવા પણ તૈયાર ન હતા. આવા કપરા સમયે મૃતકના બહેન તેમની પાસે મકાનના બીજા માળે રહેતા હતા. મૃતકના ભાઈ મનોજભાઈ જોશી મુંબઈ રહેતા હોવાના કારણે અને તેમને બાયપાસ કરવાનું હોવાથી તેઓ પણ તાત્કાલિક પહોંચી શકે તેમ ન હતા આવા કપરા સમયમાં મૃતક ની અંતિમવિધિ કરવી પણ મુશ્કેલ થઈ ગઈ હતી.

સરપંચ કાદરભાઈ ટીંટોઇયા અને પ્રદીપભાઈ પટેલ અને તલાટી કમ મંત્રી અમરતભાઈ પટેલ અને મયુર ધ્વજરાજસિંહ તેમજ બ્રાહ્મણ સમાજના ભંડારી બિપીનચંદ્ર અને કશ્યપ રાવલ દ્વારા અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરાઇ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. કેતનભાઇએ 5 પીપીઇ કીટની વ્યવસ્થા કરી આપતા યુવાનોએ મકાનના બીજે માળે પહોંચીને લાશને નીચે ઉતારીને શબવાહિની દ્વારા સ્મશાન ગૃહમાં લઇ જઇ અંતિમવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો