હોબાળો:મોડાસામાં ગેસ કનેક્શન મેળવવા મહિલાઓએ સાબરમતી ગેસની ઓફિસમાં હોબાળો મચાવ્યો

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા બેંક સોસાયટી વિસ્તારની મહિલાઓ 2 વર્ષથી ધરમધક્કા ખાય છે

મોડાસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સાબરમતી ગેસ પાઇપલાઇનનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું હોવાની બૂમ ઉઠી છે. શહેરની સાબરકાંઠા બેંક સોસાયટી વિસ્તારની મહિલાઓ છેલ્લા બે વર્ષથી સાબરમતી ગેસ લાઇનની માગણી કરવા છતાં તેમની માંગણી પૂર્ણ ન થતાં મહિલાઓએ સાબરમતી ગેસ લિમિટેડ ની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો હતો.

મોડાસા શહેરમાં સાબરમતી ગેસ પાઈપલાઈનનું કામ શરૂ થતાં શહેરની માલપુર રોડ ઉપર આવેલી સાબરકાંઠા બેંક સોસાયટી વિસ્તારની મહિલાઓએ વર્ષ 2019 માં 925 ભરીને ગેસ લાઇન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શહેરમાં સાબરમતી ગેસ પાઈપલાઈન નાખવાનું જુદી જુદી એજન્સીઓ દ્વારા ખાડા ખોદવાનું તેમજ પાઈપલાઈન નાંખવાનું અને મીટર બેસાડવાનું કામ ગોકળગતિએ ચાલતું હોવાનું તેમજ એજન્સીના માણસો પોતાની મનમાની કરતાં હોવાની છેલ્લા કેટલાય સમયથી શહેરમાં બૂમ ઉઠી છે.

શહેરના સાબરકાંઠા બેંક સોસાયટી વિસ્તારમાં સાબરમતી ગેસ કનેક્શન મેળવવા મહિલાઓ છેલ્લા બે વર્ષથી ઓફિસે ધક્કા ખાઇ રહી છે. સાબરમતી ગેસ દ્વારા સોસાયટીના અમુક મકાનોમાં પાઈપલાઈન નાખ્યા બાદ કામગીરી ઠપ કરી દેવાતાં મહિલાઓ રજૂઆત કરવા સાબરમતી ગેસની પાવન સીટી ડીપી રોડ પર આવેલી ઓફિસે મોટીસંખ્યામાં પહોંચી હતી મહિલાઓએ ગેસ કનેક્શન મેળવવા ઉગ્ર રજૂઆત કરી દિવાળી પહેલા સાબરમતી ગેસ શરૂ કરવા માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...