ધરપકડ:ગાંધીધામ મોલમાં ચોરી કરનાર શામળાજીથી ઝબ્બે

મોડાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લક્ઝરીમાંથી પકડ્યો, 2.85 લાખની મત્તા જપ્ત

અરવલ્લી એલસીબીએ કચ્છના ગાંધીધામમાં મોલમાં ચોરી કરી ભાગમાં આવેલી રોકડ રકમ સહિત લઇ યુપી જઇ રહેલા આરોપીને બાતમીના આધારે શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસેથી લક્ઝરીમાંથી દબોચી લઈને તેની પાસેથી રૂ.2,85,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એલસીબીને બાતમી મળી હતી કે ગાંધીધામ પોલીસ સ્ટેશનના એ ડિવિઝન વિસ્તાર માં આવેલા ઓશીયા મોલમાં ચોરીને અંજામ આપીનાર માધવ પ્રેમસિંગ ગોપી જાટવ રહે. સુમસા બાદમડી જિ.લ્લો આગરા ઉત્તરપ્રદેશનો આરોપી પોતાના ભાગમાં ચોરી માં આવેલી મત્તાને લઈને વડોદરાથી લક્ઝરી બસ નં. આરજે 18 પીબી ઝીરો 200 માં ગોધરા થી શામળાજી થઈ જયપુર તરફ જવાનો હોવાની માહિતીના આધારે એલસીબીએ શામળાજી ચાર રસ્તે વોચ ગોઠવીને આરોપીને લક્ઝરીમાંથી ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી રોકડ 178000 તથા ચાંદીના સિક્કા નાના-મોટા નંગ 31 અને મોબાઈલ નંગ બે સહિત કુલ 2.85 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...