કાર્યવાહી:મોડાસામાં એનઓસી ન ધરાવતી હોસ્પિટલનું નળ કનેક્શન કપાયું

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર સેફટી નહીં ધરાવતી હોસ્પિટલો અને જાહેર એકમો સામે કડક કાર્યવાહી કરવાના કમિશનરના આદેશને નગરપાલિકા ધોઈને પી ગઈ

મોડાસા શહેરમાં આવેલી હોસ્પિટલો અને જાહેર એકમો કે જેઓ ફાયર સેફ્ટી અને અન્ય સુવિધા ન ધરાવતા હોય તે વા મિલકત ધારકો સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવાના કમિશ્નરનો આદેશ હોવા છતાં મોડાસા નગરપાલિકાના સત્તાવાળાઓ કમિશ્નરના આદેશને ઘોળીને પી ગયા હોવાનું ફલિત થઇ રહ્યું છે. નગરપાલિકા સત્તાવાળાઓ ફાયર સેફટીની એનઓસી નહીં ધરાવતી ઘાંચી આરોગ્ય મંડળની હોસ્પિટલનું નળ કનેક્શન કાપ્યું હતું.

શહેરમાં આવેલી આવી અનેક હોસ્પિટલો અને જાહેર એકમોમાં હજુ પણ ફાયર સેફટીની એનઓસી અને પ્રજાના રક્ષણ માટેની અન્ય સુવિધા ઉપલબ્ધ કર્યા વગર ધમધમી રહી હોવાથી નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનવાની ભીતિ સેવાઈ રહી છે. નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા શહેરમાં ફાયર સેફટી અને અન્ય સુરક્ષાના સાધનો વગર ધમધમી રહેલા એકમો અને હોસ્પિટલોમાં સર્વે કરી તેમની સામે કમિશ્નરના આદેશ અનુસાર કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...