તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:માલપુરમાં બળદગાડામાં બેસી મોંઘવારીનો વિરોધ કરતાં કોંગ્રેસના 25 કાર્યકરોની અટક

મોડાસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
માલપુરમાં મોંઘવારીનો વિરોધ કરતાં કોંગેસના કાર્યકરો - Divya Bhaskar
માલપુરમાં મોંઘવારીનો વિરોધ કરતાં કોંગેસના કાર્યકરો
  • વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય જશુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોરનો વિરોધ

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે અને રાંધણગેસના તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવવધારા મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી દેખાવ શરૂ કરતાં જેના ભાગરૂપે માલપુરમાં બળદગાડામાં બેસી વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય જશુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર સાંસદ મધુસૂદન મિસ્ત્રી સહિત કોંગી કાર્યકરોએ ભાવ વધારા મુદ્દે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા 25 કરતાં વધુ કાર્યકરોની માલપુર પોલીસે અટકાયત કરી હતી.

કાર્યકરો દ્વારા માલપુરમાં બળદગાડા, ઊંટગાડી જેવા વાહનોમાં બેસીને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને સરકાર સામે ભાવ વધારાના મુદ્દે બળાપો ઠાલવ્યો હતો. માલપુરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા 25 કરતાં વધુ કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. માલપુર પોલીસે મોડી સાંજે કાર્યકરોને મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...