તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધિ:મોડાસાના સાયરાના CRPF જવાનના પુત્રની એમબીબીએસ માટે મહારાષ્ટ્રમાં પસંદગી કરાઇ

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રુદ્ર પટેલ - Divya Bhaskar
રુદ્ર પટેલ
 • રાષ્ટ્રપતિ મેડલ મેળવનારાઓના બાળકોના અભ્યાસ માટે સમાવેશ

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ મેડાલીસ્ટો માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સેન્ટર પુલ કોટામાં દેશની ટોચની 24 મેડિકલ કોલેજો ફાળવાઇ છે. ઉપરોક્ત કોલેજોમાં રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર સન્માનનીય વ્યક્તિઓના બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે સમાવેશ કરાયો છે. આ પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન મોડાસાના સાયરાના રુદ્ર ઘનશ્યામ પટેલની બી.જે મેડિકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસ માટે પુણે મહારાષ્ટ્રમાં પસંદગી થતાં ચૌધરી સમાજ દ્વારા રુદ્ર પટેલને અભિનંદન પાઠવાયા હતા.

મોડાસા તાલુકાના સાયરા ગામના રુદ્ર ઘનશ્યામ પટેલની ગૃહ મંત્રાલય કમિટી દ્વારા સિલેક્શનમાં ક્રમ અનુસાર ત્રીજો નંબર અને સેકન્ડ પ્રાયોરિટીમાં ફર્સ્ટ નંબરે પસંદગી થતાં તેઓને ભારત સરકારના ઓફિસ મોમ રેન્ડમ દ્વારા રુદ્ર પટેલને બી.જે સરકારી મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ. ના અભ્યાસ માટે પુણે મહારાષ્ટ્રમાં કોલેજ પસંદ કરી પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન અરવલ્લી જિલ્લામાંથી એક માત્ર રુદ્ર પટેલની પસંદગી કરાઇ છે.

નક્સલી હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઘનશ્યામ પટેલને 1999માં રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાયો હતો
મોડાસાના સાયરા ના ઘનશ્યામ પટેલ સીઆરપીએફમાં બિહારના મસુરી ખાતે ફરજ બજાવતા હતા. તે દરમિયાન ઉગ્રવાદી હુમલામાં ૧૮ જવાનો શહીદ થયા હતા. જેમાં અતિગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અને 60 ટકા ઉપરાંત વિકલાંગ બનવા છતાં ઘનશ્યામ પટેલે 3 ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. ભારત સરકારે ઉપરોક્ત જવાનની રાષ્ટ્રપતિ મેડાલીસ્ટ માટે પસંદગી કરતા તેમને 1999માં તત્કાલીન રાષ્ટ્રપતિ કે .આર .નારાયણ દ્વારા રાષ્ટ્રપતિ મેડલથી સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો