તસ્કરી:મોડાસા-મેઘરજ રોડ પર ત્રણ દુકાનનાં તાળાં તોડી તસ્કરો ચોરી કરી પલાયન

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દુકાનમાં ચોરી કરતાં એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. - Divya Bhaskar
દુકાનમાં ચોરી કરતાં એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
  • CCTVમાં એક તસ્કર કેદ થતાં પોલીસને જાણ કરવા વેપારીઓની તજવીજ

મોડાસા શહેરના મેઘરજ રોડ ઉપર આવેલા બે પાર્લર અને એક જનરલ સ્ટોરની દુકાને નિશાન બનાવી તસ્કર ટોળકી રોકડ સહિતની ચીજવસ્તુઓની ચોરી કરીને પલાયન થઈ જતાં વેપારીઓએ મોડી સાંજે પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી. મોડાસા મેઘરજ રોડ ઉપર આવેલા બે પાર્લર અને એક જનરલ સ્ટોર સહિત ત્રણ દુકાનોને તસ્કર ટોળકીએ દુકાનના શટરને લગાવેલા તાળાં તોડીને દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલી ચીજવસ્તુઓ રફેદફે કરીને પાર્લરમાં રહેલી રોકડ રકમ અને અન્ય ચીજવસ્તુઓ સહિતની ચોરીને અંજામ આપીને તસ્કરો પલાયન થઈ ગયા હતા.

જો કે,વહેલી સવારે વેપારીઓને ત્રણ દુકાનના તાળાં તૂટ્યાં હોવાની જાણ થતાં વેપારીઓમાં ભય ફેલાયો હતો. તસ્કરી દરમિયાન એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા વેપારીઓએ પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી. મોડાસા શહેરમાં દિવાળીના તહેવાર ટાણે તસ્કર ટોળકી સક્રિય થતાં અસામાજિક તત્વોને ઝબ્બે કરવા માટે વેપારીઓએ માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...