તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવમાં તેજી:મોડાસા યાર્ડમાં દિવેલાનો ભાવ રૂ.1301 પહોંચ્યો

મોડાસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા માર્કેટયાર્ડમાં 15 દિવસમાં 750 કરતાં વધુ બોરીની આવક

મોડાસા માર્કેટયાર્ડમાં બે દિવસના સમયગાળામા એક મણ દિવેલાના ભાવ રૂ.1100થી વધીને જાહેર હરાજીમાં રૂ.1300 સુધીના ભાવો બોલાયા હતા. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતાં અને જુલાઈ,ઓગસ્ટના 15 દિવસ વિતવા છતાં વરસાદ ન પડતા ખેડૂતો દિવેલાના પાકોની વાવણી કરી શક્યા નથી. પરિણામે જિલ્લામાં 50 હજાર હેક્ટર કરતાં વધુ જમીન પડતર પડી રહી છે. બીજી બાજુ દિવેલાની વાવણી ન થવાના કારણે ભાવોમાં છેલ્લા બે દિવસથી તેજી આવી છે.

મોડાસાના વણીયાદ કોકાપુરના ખેડૂત જલદીપભાઈ પટેલે જણાવ્યું કે વરસાદના અભાવે ખેડૂતો દિવેલાની વાવણી કરી શક્યા નથી. પરિણામે ખેડૂતોની 50 હજાર હેક્ટર કરતાં વધુ જમીન પડતર પડી છે. બીજી બાજુ જરૂરિયાતમંદ ખેડૂતોએ એકથી દોઢ મહિનાના સમયગાળામાં રૂ.800થી 900ના ભાવે દિવેલા વેચ્યાં છે. બીજીબાજુ છેલ્લા બે દિવસથી દિવેલાના પાકમાં તેજી આવતાં રૂ.1100થી વધીને ભાવ 1300 રૂપિયા સુધી પહોંચ્યા છે. મોડાસા માર્કેટયાર્ડમાં છેલ્લા 15 દિવસના સમયગાળામાં દિવેલાની 750 કરતાં વધુ બોરીની આવક થઇ હોવાનું નોંધાયું છે. પરંતુ અચાનક ભાવમાં તેજી આવતાં માત્ર બે દિવસના સમયગાળામાં 250 કરતાં વધુ બોરીની આવક થયાનું નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...