કોરોના રસીકરણ:બીજા દિવસે અરવલ્લીમાં 13390 છાત્રોને રસી અપાઇ

મોડાસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7180 કિશોર અને 6465 કિશોરીઓને આરોગ્ય વિભાગની 218 ટીમે રસી આપી

અરવલ્લીમાં દ્વિતીય દિવસે 13390 વિદ્યાર્થીઓને કોરોના સામે સુરક્ષા કવચ પુરૂ પડાયું હતું જિલ્લામાં બીજા દિવસે કોરોના વિરોધી રસી કરણ દરમિયાન આરોગ્ય વિભાગની 218 ટીમ દ્વારા મોડાસા માલપુર મેઘરજ ધનસુરા બાયડ અને ભિલોડા તાલુકાના 7180 કિશોર અને 6465 કિશોરીઓને આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન દ્વારા સુરક્ષિત કરાયા હતા.સમગ્ર રાજયમાં સોમવારથી 15 થી 18 વર્ષના વય જૂથના બાળકોનું કોવિડ-૧૯ રસીકરણ હાથ ધરાયું છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં દ્વિતીય દિવસે 13390 કિશોર-કિશોરીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

અરવલ્લી કલેક્ટરડૉ.નરેન્દ્રકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ૧૭૦ શાળાઓના અંદાજિત ૬૦ હજાર કરતાં વધારે બાળકોને રસીકરણથી આવરી લેવા ૨૧૮થી વધુ આરોગ્યની ટીમોની રચના કરાઈ છે જિલ્લામાં દ્વિતીય દિવસે બાયડના ૩૪૬૭, ભિલોડાના ૨૦૧૪,મોડાસાના ૩૨૦૨, ધનસુરાના ૯૬૭, મેઘરજના ૨૨૭૨ અને માલપુરના ૧૪૬૮ મળી જિલ્લાના કુલ ૧૩૩૯૦ તરુણ-તરૂણીઓનું કોવિડ-૧૯ અંતર્ગત રસીકરણ કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...