ફરિયાદ:મોડાસાના જાલોદર ગામે ભત્રીજાએ કાકાને ફટકાર્યા

મોડાસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપણા કૂવામાં પાણી ઓછું છે તમો બીજાને કેમ પાણી આપો છો કહી યુવાને મારમારતાં ફરિયાદ

મોડાસાના જાલોદરમાં આપણા મજિયારા કૂવામાં પાણી ઓછું છે તમે કેમ બીજા ખેતર વાળાને પાણી આપો છો તેમ કહેતાં ઉશ્કેરાયેલા કૌટુંબિક યુવાને કાકાને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

જાલોદરમાં કોદરભાઇ રામાભાઇ પાંડોર તેમના કુટુંબી ગોવિંદભાઈ પાંડોરને કહેવા લાગ્યા હતા કે આપણા મજિયારા કૂવામાં પાણી ઓછું છે તમે બીજા ખેતરવાળાને કેમ પાણી આપો છો તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા કૌટુંબિક યુવાને કોદર ભાઈ સાથે ગાળાગાળી કરીને બાથે પડી જઈને મૂઢ માર મારીને મોઢાના અને શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં અલ્પેશભાઈ કોદરભાઈ પાંડોરે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગોવિંદભાઈ પ્રતાપભાઈ પાંડોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...