આયોજન:અરવલ્લી જિલ્લામાં 11 ડિસેમ્બરે નેશનલ લોક અદાલત યોજાશે

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ન્યાયાલયની સંકુલ તથા જિલ્લાની તમામ તાલુકા કોર્ટ યોજવાનું આયોજન

ગુજરાત રાજ્ય કાનૂની સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં કાર્યરત જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટ તથા જિલ્લાની તમામ તાલુકા કોર્ટ દ્વારા નેશનલ લોક અદાલતનું અયોજન કરાયું છે. જિલ્લાની તમામ કોર્ટમાં જેના ભાગરૂપે 11 ડિસેમ્બર શનિવારના રોજ નેશનલ લોક અદાલત યોજાશે.

જેમાં નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ એક્ટ મુજબના કેસો, ફક્ત નાણાંની વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળતરના કેસો, લેબર તકરારના કેસો, ઈલેક્ટ્રીસીટી તથા વોટરબિલને લગતા કેસો, સિવાય બિન સમાધાન પાત્ર કેસો, લગન વિષયક (સિવાય છૂટાછેડાના કેસો જમીન સંપાદનના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલને લગતા કેસો, અન્ય સિવિલ કેસો જેવા કે, ભાડા, સુખાધિકારના અધિકાર, મનાઈ હુકમ, વિશિષ્ટ પાલનના દાવા વગેરેના કેસો મુકાનાર છે. જેથી જિલ્લા કાનૂની સેવા મંડળ દ્વારા લોક અદાલતનો લાભ લેવા નાગરિકોને અપીલ કરાઇ છે.

પક્ષકારોને વિસ્તૃત માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરવો
અરવલ્લી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ૦૨૭૭૪-૨૫૦૦૯૭, મોડાસા તાલુકા કાનૂની સેવા સમિતિ ૦૨૭૭૪-૨૫૦૦૮૬, ધનસુરા તાલુકા કાનૂની સેવા સમિતિ ૦૨૭૭૪-૨૨૪૧૨૫, બાયડ તાલુકા કાનૂની સેવા સમિતિ ૦૨૭૭૯-૨૨૦૨૫૩, મેઘરજ તાલુકા કાનૂની સેવા સમિતિ ૦૨૭૭૩-૨૪૪૨૦૧, માલપુર તાલુકા કાનૂની સેવા સમિતિ ૦૨૭૭૩-૨૨૩૨૬૧, ભિલોડા તાલુકા કાનૂની સેવા સમિતિ ૦૨૭૭૧-૨૩૪૧૦૨ નંબરો પર અથવા રૂબરૂ કોર્ટમાં સંપર્ક કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...