દેહદાન:પૂર્વ ધારાસભ્ય અંબાલાલ ઉપાધ્યાયનું નિધન થતાં નશ્વર દેહનું દાન કરાયું

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ધારાસભ્યે 15 વર્ષ પહેલા દેહદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના ગાંધીવાદી નેતા અને પીઢ સહકારી માળખાના અગ્રણી અંબાલાલ ઉપધ્યાયનું વહેલી સવારે અઢી વાગ્યાના અરસામાં હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ અવસાન થયું હતું. તેમના મોડાસા તાલુકાના લીંભોઈમાં આવેલા તેમના નિવાસસ્થાને નિધન 92 વર્ષની જૈફ વયે નિધન થતાં તેમની ઇચ્છા અનુસાર તેમના નશ્વરદેહનું અમદાવાદ બી.જે મેડિકલ કોલેજમાં દાન કરાયું હતું. ગાંધી વિચારને વરેલા, સાબરકાંઠા અને હાલના અરવલ્લી જિલ્લાનું વિરલ વ્યક્તિ્વ અને સહકાર ક્ષેત્રના ભિષ્મપિતામહ અંબાલાલ ઉપાધ્યાય સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા હતા.

તેઓએ ગુજરાત વિધાનસભા માં મોડાસા મતવિસ્તારમાં ધારાસભ્ય પદ ભોગવી ચૂક્યા હતા તેઓ સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘ ના પ્રમુખ પદે પણ અનેક સિદ્ધિ ઓ હાંસલ કરી ચુક્યા છે.અંબાલાલ દાદાના નામથી જાણીતા એવા મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખપદ, મોડાસા માર્કેટયાર્ડના ચેરમેન, લીંભોઈ ગામના પૂર્વ સરપંચ અને સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય નો એવોર્ડ મેળવનાર અંબાલાલભાઇ જયશંકર ઉપાધ્યાયના અવસાનથી ગાંધીવાદી નેતાની ખોટ પડી છે.

તેમણે 15 વર્ષ અગાઉ એક પત્ર લખી ઈચ્છા દર્શાવી હતી કે તેમનો મૃતદેહ અમદાવાદ સિવિલ બી.જે.મેડિકલ કોલેજમાં દેહદાન કરવો અને તેમના દેહને દલિતો દ્વારા કાંધ આપવી તેમની આ અંતિમ ઈચ્છા હોવાથી પરિવારજનોએ અંતિમ ક્રિયા રાખી ન હતી અને દેહ બી.જે. મેડિકલ કોલેજને સુપ્રત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...