પરિજનોએ રાહતનો દમ લીધો:મોડાસાની ગુમ થયેલ કિશોરી બોમ્બેના વાસી સ્ટેશનેથી મળી

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિશોરીનો પરિવાર અગાઉ મુંબઇ રહેતો હતો
  • શુક્રવારે કિશોરી સાયકલ લઈને માલપુર રોડ ઉપર ટ્યૂશન ક્લાસીસમાં નીકળી હતી

મોડાસા-મેઘરજ રોડ ઉપર રહેતી 14 વર્ષિય કિશોરી સાયકલ લઈને શુક્રવારે ટ્યૂશન ક્લાસીસમાં નીકળી હતી. દરમિયાન મોડી સાંજ થવા છતાં તે ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ દીકરી ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. કિશોરી શનિવારે મુંબઇના વાસી બસ સ્ટેશનેથી મળતાં પરિજનોએ રાહતનો દમ લીધો હતો.

કિશોરી ગુમ થતાં બેબાકળો બનેલો પરિવાર મોડાસાના ચાર રસ્તા તેમજ હંગામી બસ સ્ટેશનના સીસીટીવીના ફૂટેજમાં શોધખોળ હાથ ધરી ટાઉન પોલીસમાં દીકરી ગુમ થયાની જાણ કરી હતી. મોડાસામાં છેલ્લે આ કિશોરી સાયકલ લઈને મોડાસાના હંગામી બસ સ્ટેશન પાસે દેખાઈ હતી. મોડાસામાંથી ગુમ થયેલી આ કિશોરી શનિવારે મુંબઈના વાસી સ્ટેશન ઉપર રડતી હતી.

દરમિયાન એક ટેક્સી ચાલકે તેની પૂછપરછ કરીને તેના પરિજનો મોબાઈલ ઉપર સંપર્ક કરતાં મુંબઈમાં રહેતા તેના સગાઓ કિશોરીને હેમખેમ ઘરે લઇ ગયા હતા. મોડાસા મેઘરજ રોડ ઉપર રહેતું આ પરિવાર અગાઉ મુંબઇમાં રહેતું હોવાનું સામે આવ્યું હતું. મોડાસામાંથી કિશોરી પ્રથમ અમદાવાદ અને ત્યાંથી ખાનગી ટ્રાવેલ્સ દ્વારા મુંબઈ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...