તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનાજ કૌભાંડ:ગરીબોના નામે લાખોનું અનાજ સગેવગે કરનાર સૂત્રધાર ઝડપાયો

મોડાસા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્ય સૂત્રધાર જાવીદ કાદરભાઈ મેમણને મોડાસામાંથી દબોચી લેવાયો. - Divya Bhaskar
મુખ્ય સૂત્રધાર જાવીદ કાદરભાઈ મેમણને મોડાસામાંથી દબોચી લેવાયો.
  • હિંમતનગરની ઠગ ટોળકીએ મિલમાલિકો પાસેથી ઘઉં, ચોખા, તુવેરદાળ, ચણાદાળનો 9.39 લાખનો જથ્થો ઉઘરાવ્યો હતો, 2 હજુ ફરાર
  • મોડાસાની બે મિલ, કડી-છત્રાલ અને સુરતના મિલમાલિકો સાથે ઠગાઇ

મહામારીમાં ગરીબોને ઘઉં, ચોખા, ચણાદાળ, તુવેરદાળની કીટ આપવાનું કહીને મોડાસાની દર્શન રાઈસ મિલમાંથી રૂ. 3,81,711નો ઘઉં, ચોખા, તુવેરદાળ અને ચણા દાળનો જથ્થો ઉઘરાવી હિંમતનગરની ઠગ ટોળકીએ મિલમાલિક સાથે છેતરપિંડી આચરી જથ્થો બારોબાર ગરીબોને આપવાના બદલે સગેવગે કરી નાખતાં મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં હિંમતનગરના શખ્સો વિરુદ્ધ મિલમાલિકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા જિલ્લા એલસીબીએ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર જાવીદ કાદરભાઈ મેમણને મોડાસામાંથી દબોચી લેતાં ઠગ ટોળકીએ મોડાસાના બે મિલમાલિકો, કડી-છત્રાલ તેમજ સુરતના મિલમાલિકો સાથે ગરીબોને મહામારીમાં કરિયાણાની કીટ આપવાનું બહાનું કરીને તેમની સાથે કુલ રૂ. 9,39,078ની છેતરપિંડી આચરી હોવાનું આરોપીની પૂછપરછ દરમિયાન બહાર આવતા વ્યાપારીઓ ચોંકી ઉઠ્યા હતા.

મહામારી દરમિયાન ગરીબોને ઘઉં, ચોખા, ચણાદાળ અને તુવેર દાળ વિતરણ કરતાં હોવાનું કહીને હિંમતનગરની ઠગ ટોળકીએ મોડાસાની દર્શન રાઈસ મિલના વેપારી સાથે રૂ.3,81,711 નો ખાદ્ય જથ્થો અને મોડાસાના જીઆઇડીસીમાં જય અંબે એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાંથી રૂ. 51,250નો ઘઉંનો જથ્થો મિલમાલિકને મોહ જાળમાં ફસાવીને ઠગ ટોળકી પલાયન થઈ ગઈ હતી. આ અંગે મોડાસા ટાઉન પોલીસમાં ગુનો નોંધાતાં એલસીબીના પીએસઆઇસી. પી વાઘેલાએ વોચ ગોઠવી ઠગ ટોળકીનો મુખ્ય સૂત્રધાર જાવિદભાઈ કાદરભાઈ મેમણ રહે. અરમાન સોસાયટી ઈડર, હાલ રહે. લાલપુર બુહાજીરનગર હિંમતનગરને મોડાસાના હજીરથી ઝડપી પૂછપરછ કરતાં ટોળકીએ મોડાસા સહિત કડી-છત્રાલ અને સુરતમાં મિલમાલિકો સાથે છેતરપિંડી આચરીને રૂ. 9,39,078 ની ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું હતું.

ટોળકીએ આટલા મિલ માલિકોને છેતર્યા

  • દર્શન રાઈસમિલ, મોડાસા, ઘઉં, ચોખા, તુવેરદાળ રૂ. 3,81,711
  • જયઅંબે એન્ટરપ્રાઇઝ જીઆઇડીસી મોડાસા, ઘઉં, રૂ. 51250
  • નટરાજ રાઈસમિલ કડી-છત્રાલ મુ. કરણનગર, ચોખા રૂ. 3,81,711
  • કિર્તન મિલ કામરેજ સુરત પાર્સલ ખાતેથી ચુનાના પાર્સલ રૂ. 1,24,406

મુખ્ય સૂત્રધાર જાવિદ મેમણ ઝડપાયો
જાવિદભાઈ કાદરભાઈ મેમણ રહે. અરમાન સોસાયટી, ઈડર હાલ રહે. લાલપુર બુંહાજીર નગર, હિંમતનગર

ઠગ ટોળકીના આ બે હજુ પકડાવાના બાકી

  • મુસ્તાકઅલી યુસુફભાઈ મેમણ રહે. મેન બજાર, સુખબાગ સોસાયટી ઉનાવા જિ. મહેસાણા
  • ઈસુબભાઇ ઈસ્માઈલભાઈ મેમણ રહે. મેનબજાર સુખબાગ સોસાયટી ઉનાવા હાલ રહે. જૂની વોરવાડ સબ જેલ સામે, હિંમતનગર
અન્ય સમાચારો પણ છે...