તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ટ્રેક્ટર કેમ લઇ ગયો હતો કહી શખ્સ પર લાકડીઓ વડે હુમલો

મોડાસા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોડાસાના મુલોજનાદરીમાં પાંચ સામે ફરિયાદ
 • ટ્રેક્ટરના હપ્તા મેં ભરેલ છે કહેતા મામલો બિચક્યો

મોડાસાના મુલોજ નાદરીમાં તું અમારું ટ્રેક્ટર કેમ અનદાપુર લઈ ગયો હતો કહી બે જણ પર 5 શખ્સોએ લાકડીઓ અને લોખંડની દંતાળી માથાના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા મોડાસા રૂરલ પોલીસમાં પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

મુલોજ નાદરીમાં 5 શખ્સો ભરતભાઈને કહેવા લાગ્યા કે તું અમારું ટ્રેક્ટર કેમ અનદાપુર લઇ ગયો હતો તેવું કહી ટ્રેક્ટરના હપ્તા મેં ભરેલ છે તેથી ટ્રેક્ટર મારું છે આમ કહેતા પાંચ શખ્સોએ માર્યો હતો. દરમિયાન શખ્સને દંતાળી માથાના ભાગે મારી જીવલેણ હુમલો કરતાં ભરતભાઈ જેસાભાઈ ડામોરે રહે. રામગઢી મુડસી વાગોળ તા. મેઘરજ હાલ રહે.અનદાપુર તા. મોડાસાએ મોડાસા રૂરલ પોલીસમાં મુકેશભાઈ રમેશભાઈ ડામોર રહે.

મુલોજ નાદરી, રાકેશભાઈ રમેશભાઈ ડામોર રહે. મુલોજ, રમેશભાઈ ગલાભાઈ ડામોર રહે. મુલોજ મોડાસા, મહેશભાઈ બાબુભાઈ ખાંટ રહે. કોઠી કમાલીયા તા. મોડાસા અને જીગાભાઈ રાયાભાઈ કોટવાર રહે. ટીસ્કી તા. માલપુર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો