ધરપકડ:મોડાસા એસટી ડેપોમાંથી 3.400 કિલો પોશડોડાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

મોડાસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીઆઇ નીતિ મિકા ગોહિલે આરોપીની પૂછપરછ કરી જથ્થો કબજે કર્યો હતો - Divya Bhaskar
પીઆઇ નીતિ મિકા ગોહિલે આરોપીની પૂછપરછ કરી જથ્થો કબજે કર્યો હતો
  • મોડાસા ટાઉન પોલીસે રામચંદ્ર થોરી નામના શકમંદની અટકાયત કરી

મોડાસાના હંગામી એસટી બસ ડેપોમાંથી મોડાસા ટાઉન પોલીસે શંકાના આધારે ચેકિંગ હાથ ધરતાં એસટી ડેપોમાં બેઠેલા રાજસ્થાનના શખ્સના થેલામાંથી પોશ ડોડાનો 3 કિલો 400 ગ્રામ જથ્થો મળી આવતાં પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

મોડાસા ટાઉન પોલીસે હંગામી એસ.ટી.ડેપોમાં મોડી સાંજે શંકાના આધારે રાજસ્થાનથી આવતા મુસાફરોની તપાસ હાથ ધરી હતી. પોલીસે હંગામી એસ.ટી.ડેપોમાં થેલા સાથે બેઠેલા શકમંદની પૂછપરછ દરમિયાન શંકા જતા પોલીસે તેની પાસે રહેલા થેલાની તપાસ કરતાં અંદર ગેરકાયદે રાખવામાં આવેલો પોશડોડાનો જથ્થો મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

પોલીસે રાજસ્થાનના રામચંદ્ર થોરી નામના શખ્સની અટકાયત કરીને તેને ટાઉન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી તેની સામે કાયદાકીય કાર્યવાહી મોડી રાત્રે હાથ ધરી હતી. ટાઉન પોલીસે માદક નશીલા પદાર્થનો જથ્થો કબજે લઇને આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી રામચંદ્ર વિરુદ્ધ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી.