ફરિયાદ:રાત્રે પતિ ઘરે ન આવતાં શોધવા નીકળેલી મહિલાને શખ્સે માર્યો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા શહેરના સર્વોદયનગર વિસ્તારનો બનાવ
  • મહિલાને પગના સાથળના ભાગે લાકડી ફટકારી

મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારમાં મોડી રાત સુધી પતિ ઘરે પરત ન આવતાં શોધવા નીકળી મહિલાને આ વિસ્તારના શખ્સે લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ટાઉન પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.

સર્વોદય નગરમાં દશામાના મંદિર પાસે રહેતા અને ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં જશીબેન અરવિંદભાઈ વસાવા મોડી રાત્રિ થવા છતાં પતિ ઘરે પરત ન ફરતાં તે સર્વોદય નગરમાં રહેતા દિલીપભાઈને ત્યાં કામ કરવા ગયેલા પતિને શોધવા પહોંચી હતી. જ્યાં તેનો પતિ રસ્તામાં મળી જતાં બન્ને ઝઘડતાં હતા. દરમિયાન મહિલાએ ગાળાગાળી કરતાં દીપુ છારા મહિલાને કહેવા લાગ્યો હતો કે અપશબ્દો કેમ બોલો છો તેમ કહીને તેને પગના સાથળના ભાગે અને બાવડાના ભાગે લાકડી વડે મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં મહિલાએ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દીપુભાઈ દિલીપ ભાઈ છારા રહે સર્વોદયનગર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...