તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • The Forest Department Suspects That The Person Who Hid Patla Gho In The House Is Absconding, Bringing 3 Living Patla Ghos From Byad.

કાર્યવાહી:બાયડમાંથી 3 જીવતી પાટલા ઘો મળતાં ચકચાર, ઘરમાં સંતાડી રાખનાર શખ્સ ફરાર; શિકારના ઇરાદે લાવ્યાની વનવિભાગને આશંકા

બાયડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાયડના નગરી વિસ્તારમાંથી ત્રણ પાટલા ઘો મળતાં ચકચાર મચી ગઇ હતી - Divya Bhaskar
બાયડના નગરી વિસ્તારમાંથી ત્રણ પાટલા ઘો મળતાં ચકચાર મચી ગઇ હતી

બાયડના નગરી વિસ્તારમાંથી વન વિભાગની ટીમે બાતમીના આધારે શખ્સના ઘરે છાપો મારી ત્રણ જીવતી પાટલા ઘો પકડી આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે. આ અંગે ફોરેસ્ટ ઓફિસર ફૂલેત્રાભાઈ અશ્વિનભાઈ પટેલ પાસેથી મળતી વિગત અનુસાર બાયડના નગરી વિસ્તારમાં રહેતા રાજુકુમાર પોપટભાઈ વાઘરીના ઘરે પાટલા ઘો હોવાની બાતમી મળતાં વનવિભાગ દ્વારા ટીમ બનાવી આર.એફ.ઓ વનપાલ કમલેશભાઈ તથા પાર્વતીબેનની ટીમે ઓચિંતો મંગળવારે છાપો મારી ત્રણ જીવતી પાટલા ઘો ની ઝડપી આરોપી રાજુ વાઘરી ઘર છોડી પલાયન થઈ ગયો હતો. ત્રણ ઘો પકડાતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

ફરાર થઈ ગયેલ રાજુકુમાર વાઘરી
ફરાર થઈ ગયેલ રાજુકુમાર વાઘરી

પાટલા ઘો શિડ્યુલ-2 નું પ્રાણી
વન વિભાગના અધિકારીઓના મતે પાટલા ઘો વન્યજીવન પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ શિડ્યુલ-2નું પ્રાણી ગણાય છે.

શિકાર માટે લાવ્યા હોવાની વનવિભાગને આશંકા
વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પાટલા ઘો ને પકડી તેને મોતને ઘાટ ઉતારી તેના અંગો વેચવા કેટલાક શિકારીઓ આ દુર્લભ પ્રાણીનો શિકાર કરે છે થોડા સમય અગાઉ બાયડના રેલવે ફાટક નજીકથી મૃત ઘો મળી હતી.

અન્ય સમાચારો પણ છે...