ભિલોડાના નાદોજ કલેકા માં ૧૯ વર્ષીય પુત્ર મોબાઈલ પર પબજી ગેમ રમતો હોવાથી પરિજનોએ તેની આ ગેમ ન રમવા માટે કહેતા તે બે દિવસ અગાઉ ઘરેથી ક્યાંક ચાલ્યો જતાં તેના પિતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
નાદોજમાં 19 વર્ષીય અમિત કુમાર પટેલ પબજી ગેમ રમતો હોવાથી તેના પરિવારજનોએ તેને ગેમ ન રમવા માટે કહેતા તે તા. 12 ઓગસ્ટે 11:00 ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર થેલામાં કપડાં ભરીને કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી જતાં તેના પરિજનો તેની ગામમાં તેમજ મિત્રોના તો અને સગા સંબંધીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ જ પત્તો ન લાગતાં નરેશભાઈ વકતાભાઈ પટેલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પુત્ર ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હોવાની જાણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.