ધરપકડ:યુવકને ટ્રકથી ટક્કર મારી અકસ્માતમાં મોત નિપજાવનાર ચાલક છ મહિને ઝબ્બે

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના ગણેશપુરાકંપા પાસે 6 માસ અગાઉ અકસ્માત થયો હતો
  • મોડાસા રૂરલ પોલીસે નેત્રમ શાખા અને ગાજણ ટોલટેક્સના ફૂટેજ અન ેપોકેટ કોપની મદદ લઇ આરોપીને હરિયાણાથી ઝડપી લીધો

મોડાસાના શામળાજી રોડ ઉપર ગણેશપુરા કંપા પાસે છ માસ અગાઉ રાહદારીને અકસ્માત કરીને મોત નિપજાવી ભાગી છૂટેલા હરિયાણા ટ્રકચાલકને પોલીસે નેત્રમ શાખા તેમજ ગાજણ ટોલટેકસના ફૂટેજ તેમજ પોકેટ કોપની મદદથી આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો હતો. અકસ્માતમાં મોડાસાના જીવણપુરના યુવાનનું સારવારમાં મોત થતાં ગુનો નોંધાયો હતો.

મોડાસાના જીવણપુર છારાનગરમાં રહેતા શનિભાઈ સવજીભાઈ છારા તા. 29 માર્ચે શાકભાજી લેવા મોડાસાના ગણેશપુરકંપા પાસેથી પસાર થઈ રહ્યા હતા. યુવાનને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં તેનું મોત નિપજયું હતું.

આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. મોડાસા રૂરલ પોલીસ પીઆઈ એમબી તોમરે પોલીસની જુદી-જુદી ટીમો બનાવીને અજાણ્યા વાહન ચાલકને ઝડપવા કવાયત હાથ ધરતાં પોલીસની નેત્રમ શાખા તેમજ શામળાજી નેશનલ હાઈવે ઉપરના ગાજણ ટોલટેક્સ ઉપરથી સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ પોકેટ કોપ અને આરટીઓની મદદથી ઉપરોક્ત અકસ્માતમાં મોત નિપજાવી ભાગી છૂટેલા ટ્રકચાલકની તપાસ હાથ ધરતાં પોલીસે આરોપી અસલમખાન સમશેરખાન મેવ રહે. દોલતવાસ જીમરાવત રોજપુર જિ. મેવાત હરિયાણાને નંબર એન એલ 01 Ae 4782 હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા પોલીસે ટ્રકચાલક અને ટ્રક સહિત મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...