તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:શામળ વન પાસે રસ્તા પર ઊભેલી ટ્રક પાછળ રિક્ષા ઘૂસી જતાં ચાલકનું મોત

મોડાસા/શામળાજી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
શામળ વન પાસે સીએનજી રીક્ષા ટ્રક પાછળ ઘુસી ગઈ . - Divya Bhaskar
શામળ વન પાસે સીએનજી રીક્ષા ટ્રક પાછળ ઘુસી ગઈ .
 • ભિલોડાના જાંબુડી ગામના રિક્ષાચાલકનું મોત નીપજ્યું

શામળાજી નેશનલ હાઇવે ઉપર આવેલા શામળ વન પાસે રસ્તા ઉપર ઊભી રહેલી ટ્રકની પાછળ સાંજના સમયે સીએનજી રીક્ષા ઘુસી જતા ભિલોડાના જાંબુડીના રિક્ષાચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અંગે શામળાજી પોલીસને જાણ કરવામાં આવી હતી. ભિલોડાના જાંબુડીમાં રહેતો અરવિંદભાઇ નારણભાઇ પાંડોર શનિવારે સાંજે પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 31 એક્સ 2778 લઈને હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા.

દરમિયાન વેણપુર ગામની સીમમાં આવેલા શામળ વન પાસે નેશનલ હાઈવે ઉપર ઉભી રહેલી ટ્રક નંબર એચઆર 38 યુ 6819ના પાછળના ભાગે અચાનક રીક્ષા ટકરાતાં ચાલકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક અરવિંદભાઈને સારવાર માટે શામળાજી સહકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા રીક્ષા ચાલકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પિતા નારણભાઈ નેમાજી પાંડોર રહે.જાંબુડી તા.ભિલોડાએ શામળાજી પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો