તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રેતી ભરેલા ડમ્પરનો પીછો કરતાં રોડ વચ્ચે ખાલી કરી ચાલક ફરાર

ખલીકપુર(મોડાસા)23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાહન વ્યવહાર ખુલ્લો કરવા માટે રસ્તા ઉપરની રેતી હટાવવી પડી

ખનીજ માફિયાઓ રાત દિવસ રોયલ્ટી ભર્યા વગરના કે પાસ પરમીટ વગર રેતી ભરેલી ટ્રકો સાબરમતી નદીમાંથી લઈ આવે છે તેની સામે ખાણ ખનીજના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું છે થોડાક દિવસ ઉપર ચેકિંગ કરતા અધિકારીઓ પર હુમલો થયાનું પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી પરંતુ ગત રાતે સાબરકાંઠા અરવલ્લીના સરહદ ઉપર આવેલા કિશોરપુરા ચોકડી પાસે રોયલ્ટીના અધિકારીઓએ એક રેતી ભરેલા ડમ્પરનો પીછો કરતો ભરેલી ડમ્પર ભાગી છૂટવામાં સફળ થયો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ખાણ ખનીજ વિભાગે રોયલ્ટી ચોરી અટકાવવા માટે ખાસ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે તેની સામે ખનીજ માફિયાઓ ગામડાઓના અંતરિયાળ રસ્તાઓ મારફતે ખનીજ ભરેલા ડમ્પર લઈ આવે છ. પરંતુ સાબરકાંઠા-અરવલ્લીને સરહદ પર આવેલા લીંબોઈ, રોજડ રોડ પર કિશોરપુરા ચોકડી પાસે એક ડમ્પરનો પીછો કરતાં ડમ્પર ચાલકે પકડાઈ જવાની બીકે રોડ વચ્ચે રેતીનો ઢગલો કરી દીધો હતો. જેના કારણે અધિકારીઓની જીપ આગળ વધી શકી નહોતી. જો કે,ડમ્પર ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો જ ત્યારે ડમ્પરનો પીછો કરનારા અધિકારીઓને વાહન વ્યવહાર ખુલ્લો કરવા રસ્તા પરથી રેતી હટાવવી પડી હતી. }નરેન્દ્ર પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો