તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:મોડાસા શહેરમાં જમીન ના પૈસા બાબતે દંપતીને જાનથી મારી નાખવાની ધમકી

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૈસા બાબતે અમને કહેશો તો ઉઠાવી લઈશું, 4 સામે ફરિયાદ

મોડાસાની અરમાન પાર્ક સોસાયટીમાં રહેતા મહિલાને જમીન ના પૈસા બાબતે તેને અને તેના પતિને ઘરેથી ઉઠાવી લઈ તેમના સગાઓ દ્વારા જ જાનકી મારી નાખવાની ધમકી આપતાં ફફડી ઉઠેલી મહિલાએ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મોડાસામાં જમીનના પૈસા બાબતે દંપતીને મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મોડાસાની અરમાન પાર્ક સોસાયટી ભેરુંડા રોડ ઉપર રહેતી ગુલાબશાબાનુંને તેના સગાઓ દ્વારા કહેવામાં આવ્યું કે તમે જમીન વેચી છે અને આ જમીન ના પૈસા બાબતે અમને કંઈ ખબર નથી તેમ કહીને મહિલા અને તેના પતિને ઘરેથી ઉઠાવી લેવાની મોબાઈલ ઉપર ધમકી આપતાં તેમજ મહિલાના દિયર ના ઘરે આવીને એક મહિલા સહિત ચાર લોકો મહિલાના પતિ મુનાફ ભાઈને કહેવા લાગ્યા કે જમીનના પૈસા બાબતે કઈ કહેશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતાં ફફડી ઉઠેલી મહિલા ગુલાબશાબાનુ મુનાફ ભાઈ અહેમદભાઈ ભટ્ટી રહે.મોડાસાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અબ્બાસમિયા પેરા મિયા કલાલ, મુમતાજ બાનુ અબ્બાસ મિયા કલાલ, અજીતભાઈ અબ્બાસમિયા કલાક અને સલમાન ભાઈ અબ્બાસ મિયા કલાલ રહે. ફૈજે રસુલ સોસાયટી ધનસુરા રોડ કોલેજ સામે મોડાસા વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...