બેઠક:કલેક્ટરે અધિકારીઓને સ્થળ ઉપર પ્રશ્નોનું નિરાકરણ લાવવા તાકીદ કરી

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં

અરવલ્લી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટીયાની હાજરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરે વિભાગીય અધિકારી ઓને ફિલ્ડમાં જઈ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા તાકીદ કરી હતી. તદુપરાંત રાત્રી ગામ સભા યોજીને પ્રશ્નોનું નિરાકરણ કરવા સૂચન કર્યા હતા.

કલેક્ટરે જણાવ્યું કે,સંકલનના અમલીકરણ અધિકારીઓને જિલ્લાના અરજદારો તરફથી આવતી ફરિયાદોનું દરેક પ્રશ્નોનોનું ઝડપથી નિરાકરણ આવે, પ્રજાની વચ્ચે રહીને પ્રજાને સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ અપાવીએ, તેમજ દરેક વિભાગના અધિકારીઓએ ફિલ્ડમાં જવું અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવા તાકીદ કરી હતી. બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર એન.ડી.પરમાર, બાયડ, મોડાસા પ્રાંત અધિકારીઓ અને સંકલનના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...