સમારકામ:ભેમપોડા,સખવાણીયા અને ચંદસરમાંથી પસાર થતી નહેરનું રિપેરિંગ હાથ ધરાશે

મોડાસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસ બાદ વાત્રક બંધમાંથી ડાબાની નહેરમાં 100 ક્યુસેક પાણી છોડાશે : સિંચાઇ વિભાગ

વાત્રક બંધના નજીકના ભેમપોડા સખવાણીયા અને ચંદસરમાંથી પસાર થતી નહેરની સિંચાઇ વિભાગ દ્વારા રિપેરિંગ કામગીરી ધરી પાંચ દિવસ બાદ ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં પાણી છોડવાનું આયોજન કરાયું હોવાનું ડેપ્યુટી ઈજનેર સહકાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં સૌથી મોટા ગણાતા અને ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયમાં હાલ 50 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, સિંચાઇ સત્તાવાળાઓ દ્વારા પ્રતિ વર્ષે લાભપાંચમથી મોટાભાગે શિયાળુ સિઝનના સિંચાઇ માટે પાણી છોડવામાં આવે છે પરંતુ વાત્રક જળાશયની ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં લાઇનિંગનું કામ તેમજ રીપેરિંગનું કામ હાથ ધરાયું હોવાથી ખેડૂતોને આ વર્ષે 15 દિવસ પાણી મળવાનું લેટ થતાં ખેડૂતો વાત્રક જળાશયની ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં પાણીની રાહ જોઈ સિંચાઇ સત્તાવાળાઓ દ્વારા વાત્રક જળાશયની જમણા કાંઠાની નહેરમાં 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પરિણામે જમણા કાંઠાની નહેરની વિસ્તારના વાંકાનેરડા ખલીકપુર, કોઠીયા, વાળીનાથના મુવાડા, અણિયોર અને ધનસુરાના કેનપુર બિલવાણીયા પંથકમાં ખેડૂતોએ રવી પાકની વાવણી માટે જમીનમાં સિંચન શરૂ કર્યું છે.

સિંચાઇ વિભાગે જણાવ્યું હતું કે વાત્રક જળાશયમાં ચોમાસા દરમિયાન ઉપરવાસમાં વરસાદ પડતા જળાશયમાં હાલ 50% પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું અને 28 નવેમ્બર બાદ એટલે કે પાંચ દિવસ પછી વાત્રક જળાશય ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં 100 ક્યુસેક પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યુંં છે.

અન્ય સમાચારો પણ છે...