તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધારાના વિરોધમાં આજે બિલ્ડર કામ બંધ રાખશે

મોડાસા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અરવલ્લી જિલ્લાના બિલ્ડર્સ એસોસિએશનનો નિર્ણય
 • ક્રેડાઈ અરવલ્લીના તમામ બિલ્ડર્સ કલેક્ટરને આવેદન પણ આપશે

અરવલ્લી જિલ્લા બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઇ પટેલે જણાવ્યું કે હાલમાં સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદક કંપનીઓ કાર્ટેલ કરીને કોઈપણ કારણ વગર તદ્દન ગેરવ્યાજબી રીતે અસહ્ય ભાવ વધારો કર્યો છે. જેનાથી બાંધકામની પડતર કિંમત વધી હોવાથી સમગ્ર દેશમાં બાંધકામ વ્યવસાયકારો દ્વારા તેનો સખત વિરોધ કરી રહ્યા છે અને આ ભાવવધારાને કારણેના છૂટકે બિલ્ડરોના મકાનો ની કિંમતમાં 15% થી 20% મોંઘા બની રહ્યા છે. જેન લઇ આજે એક દિવસ રોજગાર બંધ રાખી કલેક્ટરને આવેદન આપશે.

ભાવવધારાના વિરોધમાં ક્રેડાઇ ગુજરાત, વગેરે તરફથી સંયુક્ત રીતે સમગ્ર રાજ્યમાં એક દિવસ પ્રતિકાત્મક બંધ પાળવા અને કલેક્ટરને આવેદન પત્ર આપવાનું નક્કી કર્યુ છે. ક્રેડાઈ અરવલ્લીના તમામ બિલ્ડર્સ આજે શુક્રવારે આ ભાવ વધારાને ધ્યાનમાં લઈ તમામ પ્રોજેક્ટ પર કામકાજ સંપૂર્ણપણે બંધ રખાવવા અને બપોરે12 વાગે હોદેદ્દારો તથા બોર્ડ સભ્યઓ સાથે સ્થાનિક બેઠક કરીને કલેક્ટરને આવેદન આપી સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદકો સામે વિરોધ નોંધાવવાના હોવાનું પ્રમુખ અને હોદ્દેદારોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો