તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:ભિલોડાના માકડી ડેમમાંથી લીલછાના યુવાન વેપારીનો મૃતદેહ મળતાં ચકચાર

મોડાસા,સુનોખ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક કરિયાણાની દુકાન ધરાવે છે, ભિલોડા કામ અર્થે જવાનું કહી નીકળ્યો હતો

ભિલોડાના લીલછાનો 22 વર્ષીય રાજસ્થાની યુવાન લાપતા થતાં ઇન્દ્રાસી માકડી ડેમમાંથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર મચી ગઇ હતી. મૃતક યુવાન ભાવેશકુમાર રાજપુરોહિત મૂળ રાજસ્થાનનો હોવાનું અને લીલછામાં કિરાણાની દુકાન ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું.

લીલછાના 22 વર્ષીય ભાવેશકુમાર રાજપુરોહિત નામનો યુવાન મૂળ રહે. રાજસ્થાન હાલ લીલછામાં પોતાની કરિયાણાની દુકાન ચલાવતો હતો. ત્યારે ગત બપોરે કોઈ કામ અર્થે ભિલોડા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. ત્યારે સાંજનો સમય થવા આવ્યો છતાં યુવક ઘરે પરત ફરતાં પરિવાર દ્વારા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં ઇન્દ્રાસી માકડી ડેમની પાળ પર શોધખોળ કરતાં ડેમ નજીક મોબાઈલ અને ચપ્પલ મળ્યા હતા. જેને પગલે યુવક ડૂબ્યાની આશંકા સેવાતા પરિવાર દ્વારા ભિલોડા પોલીસ અને લીલછાના તરવૈયાની ટીમ દ્વારા ડેમમાં શોધખોળ શરુ કરાઈ હતી.

પરંતુ ભારે જહેમત બાદ રાત્રીનો સમય હોવાથી શોધખોળમાં વિલંબ પડ્યો હતો અને બીજા દિવસે સવારે ફરીથી રેસ્ક્યુ કરતાં ડેમની અંદર 25 ફૂટ ઊંડેથી ભારે જહેમત બાદ ભિલોડા પોલીસ અને લીલછા ગામના તરવૈયાએ યુવકના મૃતદેહ ને બહાર કાઢ્યો હતો .

અન્ય સમાચારો પણ છે...